વધુ બે યુવકો માટે જીવલેણ બન્યો Vadodara નો ફતેગંજ બ્રિજ- એક મહિનામાં ત્રણ યુવાનોએ ગુમાવ્યા જીવ

Vadodara, Gujarat: વડોદરા શહેરમાં આવેલો ફતેગંજ બ્રિજ દિવસેને દિવસે જનતા માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ગઈકાલે જ રાત્રે વધુ એક વાર ફતેગંજ ઓવરબ્રિજ પર…

Vadodara, Gujarat: વડોદરા શહેરમાં આવેલો ફતેગંજ બ્રિજ દિવસેને દિવસે જનતા માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ગઈકાલે જ રાત્રે વધુ એક વાર ફતેગંજ ઓવરબ્રિજ પર કાળમુખો અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બે બાઈક સવારો ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન હર્ષ લિમ્બાચિયા અને દેવલ રાજેશ સોલંકી નામના બે યુવકો બ્રિજની દીવાલ સાથે અથડાઈ બ્રિજ નીચે પટકાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવકનું દર્દનાક મોત થયું હતું. અકસ્માત થતાં ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ આ બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સારવાર દરમિયાન બાઈક સવાર હર્ષ લિંબાચિયાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ કારણે યુવકો બ્રિજ પરથી નીચે પડ્યા
મળતી માહિતી અનુસાર, મોડીરાતે 12 વાગ્યે હર્ષ લિંબાચિયા અને દેવલ રાજેશ સોલંકી નામના બે યુવક પોતાની બાઈક લઈને ફતેગંજ સેવનસીઝ મોલ પાસે આવેલા બ્રિજની દીવાલ સાથે ભટકયા. જેને પગલે આ બંને યુવકો બ્રિજ પર આવેલા વળાંકને કારણે પુલ પરથી નીચે પટકાયા હતા. આ દરમ્યાન બાઈક બ્રિજ પર જ રહી ગયું હતું. આટલા ઊંચા બ્રિજ પરથી નીચે ધડામ દઈને પટકાતા બંન્ને યુવકોને ઘણી ગંભીર ઈજાઓ થઇ હતી અને તાત્કાલિક સ્થાનિકો દ્વારા તેમને સારવાર અર્થે નજીકની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં તેઓને સારવાર આપવામાં આવી હતી.

અકસ્માતમાં બે બાઈક સવારો બ્રિજ પરથી નીચે પટકાતા તેઓને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત દરમ્યાન હર્ષ લિંબાચિંયાને વધારે પડતી ગંભીર ઈજાઓ થઈ હતી. લગભગ રાતે એક વાગ્યે સારવાર દરમિયાન હર્ષનું મૃત્યુ થયું હતું. મોત બાદ સયાજી પોલીસ દ્વારા હર્ષના મૃતદેહને PMO માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ હર્ષ લિંબાચિંયાના મોતથી પરિવાર હાલ શોકનો માહોલમાં ગરકાવ થયો છે.

આ પહેલાં પણ બ્રિજથી નીચે પટકાતા અનેક મોત થયા છે
આવી ઘટના પહેલીવાર નથી બની, પરંતુ આ પહેલાં પણ 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ફતેગંજ બ્રિજ પરથી નીચે પટકાતા બે યુવકોના મોત થઇ ગયા છે. આ ઘટનામાં ખાનગી કંપનીમાં કામ કરી બે યુવક હર્નિસ પ્રભાકરભાઇ જગતાપ અને સુમિતકુમાર સરજીવનકુમાર બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન જ આ ઘટના બની હતી અને બંને એ જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *