રાજકોટ(Rajkot): ગોંડલ (Gondal) નજીકનાં રાજ્ય ધોરીમાર્ગ પર સર્જાતા જીવલેણ અકસ્માત (Accident)ની હારમાળામાં વારંવાર અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે હવે ગોંડલના ચરખડી (Charakhadi) ગામના પાટિયા નજીક એક માસ અગાઉ સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં ત્રણ બહેનના એકના એક ભાઈ અને પરિવારનો આધાર છીનવાઈ જવાને કારણે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટના કોઠારિયા રોડ હુડકો ચોકડી નજીક રાધેશ્યામ શેરી નંબર 6માં રહેતા 50 વર્ષીય મધુબેન રમેશભાઈ બજાણિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટેમ્પો ટ્રકના ચાલકનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અને તેમનો પુત્ર કલ્પેશ એક માસ અગાઉ કામસર જુનાગઢ ગયા હતા અને બાઈક પર પાછા ફરતી વખતે ગોંડલના ચરખડી ગામના પાટિયે હાઈવે પર કોઈપણ જાતના ઈન્ડીકેટર કે લાઈટ ચાલુ કર્યા વગર હાઈવે પર બેદરકારી પૂર્વક પડેલા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
દર્દનાક અકસ્માતમાં 50 વર્ષીય માતા મધુબેન રમેશભાઈ બજાણિયા અને પુત્ર કલ્પેશને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ કલ્પેશનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણ બહેનના એકના એક ભાઈ અને પરિવારનો આધાર સ્તંભ છીનવાઈ જવાને કારણે પરિવારજનો શોક મગ્ન બની ગયા હતા. આ બનાવની કરૂણતાતો એ છે કે યુવાનના પિતાનું આઠ મહિના પહેલા જ અવસાન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ વર્ષમાં કડિયા પરિવારના બે આધાર સ્તંભ છીનવાઈ જવાને કારણે પરિવારજનોનું કરૂણ કલ્પાંત કઠણ હૃદયના માનવી પણ પીગળી જાય તેવા હૈયા ફાટ રૂદનથી શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ કરુણ ઘટનાની એક માસ બાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.