શિક્ષિત બેરોજગારોનું વધુ એક આંદોલન થવાના ડરને પગલે કેટલાય આંદોલનકારીઓને પોલીસે ઉઠાવ્યા

છેલ્લા ચાર વર્ષથી આંદોલનની ભૂમિ બનેલા ગુજરાતમાં વધુ એક આંદોલન થવાની શક્યતાને પગલે સરકાર ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ આગાઉ થયેલું…

છેલ્લા ચાર વર્ષથી આંદોલનની ભૂમિ બનેલા ગુજરાતમાં વધુ એક આંદોલન થવાની શક્યતાને પગલે સરકાર ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ આગાઉ થયેલું LRD ભરતીનું આંદોલન હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતનું ડીજીટલ આંદોલન હોય, સતત નોકરી વંચિત યુવાનો રૂપાણી સરકારની ચિંતા વધારી રહ્યા છે.

તાજેતરમાં જ પૂર્ણ થયેલા LRD આંદોલન બાદ હવે ફરીવાર બિનસચિવાલય પરીક્ષર્થીઓ આંદોલન કરવા આવતીકાલે ગાંધીનગર એકઠા થવાના છે તેવી માહિતી બહાર આવતા જ રાજ્યભરમાં પ્રમુખ આંદોલનકારીઓને આજે પોલીસે અટકાયતમાં લઈને પૂછપરછ આદરી છે.

આ વાતની જાણકારી આપતા દિનેશ બાંભણીયા જણાવે છે કે, ગુજરાત પોલીસ દ્વારા તમામ તાલુકા જીલ્લાએ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. બિનસચિવાલય પરીક્ષથીઓના આગેવાન યુવરાજ સિહ ની અટકાયત કરાઈ છે. સુરતમાં પણ ચિંતન સંઘાણીની અટકાયત કરીને નજરકેદ કરી દેવામાં આવ્યો છે અને આવતીકાલ સુધી તેને નજરકેદ માં રહેવાનું સુરત પોલીસનું કહેવું છે.

સુરતના બિનસચિવાલય પરીક્ષા આંદોલનકારી ચિંતન સંઘાણી કહે છે કે, ‘મને એલ.સી.બી. ઓફીસ ખાતે જ મને નજરકેદ કરવામાં આવ્યો છે, પરંતુ મારું મનોબળ મજબૂત જ છે હું લડત લડતો જ રહીશ. આ લોકો છેલ્લે તો પોલીસ નું બળ જ વાપરે છે પછી ગમે તે માણસ હોય ન્યાય માંગે સરકાર સામે એટલે બસ પોલીસ ને આગળ કરી દો’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *