કોરોના દર્દીને હોસ્પિટલ માંથી ચા ન મળતા ઉઠાવ્યું આ કદમ

ચા પીવાના શોખીનો માટે ચાથી વિશેષ બીજુ કશું હોતું નથી. ચા પીવાને માટે તે કોઇપણ પ્રકારની મુશ્કેલીને પાર કરી શકે છે. હવે, આ 73 વર્ષનાં…

ચા પીવાના શોખીનો માટે ચાથી વિશેષ બીજુ કશું હોતું નથી. ચા પીવાને માટે તે કોઇપણ પ્રકારની મુશ્કેલીને પાર કરી શકે છે. હવે, આ 73 વર્ષનાં કોરોનાથી સંક્રમિત દર્દીને જ જોઇ લો. ચા પીવાની લત માટે તે હોસ્પિટલથી ભાગી ગયા. 73 વર્ષના વૃદ્ધની ચાની લતે કેટલાંક લોકોના જીવને જોખમમાં મૂકી દીધા હતાં. કોરોના વાયરસથી સંક્રમિત વૃદ્ધ છાનામાના હોસ્પિટલના બેડમાંથી બહાર નીકળી ગયા. બહાર આવીને તે એક ચાની દુકાન પર ચા પીવા લાગ્યા. હોસ્પિટલ પ્રશાસનમાં જ્યારે દર્દીની ભાગી થવાની સૂચના મળી તો દોડાદોડી થઇ ગઈ. તેવામાં તે વૃદ્ધ બહાર ચા પીતા નજરે આવ્યાં. જ્યારે ચા વેચનાર અને બીજાં લોકોને તેમના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વાતની ખબર પડી તો સૌ કોઇ દંગ રહી ગયા.

રિપોર્ટ મુજબ, આ કિસ્સો કર્ણાટકના મૈસૂરનો છે.ત્યાંના નગરભાવીના રહેનારા વૃદ્ધને કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મંગળવારે રાત્રે તેમને મૈસૂર રોડ પર સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. સવારના 5 વાગ્યા હશે, દર્દીને ચા પીવાની લત હતી અને તેણે હોસ્પિટલના કર્મચારીને ચા પીવાં માટે કહ્યું હતું. સવારના 5 વાગ્યા થી સાંજના 7.30 વાગી ગયા હતા, પણ દર્દીને ત્યાં સુધી તો ચા મળી નહોતી.

ચાની લતથી ચિંતિત વૃદ્ધ ચૂપચાપ હોસ્પિટલથી નીકળી ગયા હતાં. જ્યારે તે દુકાન પર ચા પીવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર એક ગ્રાહકે વૃદ્ધને હાથમાં લાગેલા વીગો વિશે પૂછ્યું. તે દરમિયાન વૃદ્ધે પોતે કોરોના પીડિત છે, એ વાતનો ખુલાસો કર્યો. વૃદ્ધની તે વાત સાંભળીને ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતાં.

ચા સ્ટોલ લગાવનારા નારાયણ એલસીનું જણાવવું છે કે, વૃદ્ધની વાતને સાંભળ્યા પછી બધાં ગ્રાહકોએ ચાનો ગ્લાસ નીચે મૂકી દીધો અને ત્યાંથી ભાગી ગયા હતાં. તેટલું જ નહીં લોકોએ મને પૈસા પણ જ આપ્યાં. ત્યારબાદ તેમણે પોતાની દુકાનને પણ બંધ કરવી પડી હતી. તેની સાથે જ નારાયણ પણ તરત જ હોસ્પિટલ માટે નીકળી ગયા હતાં અને સ્ટાફને પણ વૃદ્ધની માહિતી આપી.

ત્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તરત જ વૃદ્ધના પરિવારને જાણકારી આપવામાં આવી અને રાત્રે 8 વાગ્યે તેમને વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા હતાં. વૃદ્ધના પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ઘરના લોકોનું જણાવવું છે કે, 1.50 લાખ રૂપિયા આપવા છતાં પણ તેમના પિતાને 1 કપ ચા પણ આપવામાં આવી નહીં અને જો હોસ્પિટલમાં જ ચા મળી ગઈ હોત તો તેમણે બહાર પણ જવું પડત નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *