હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી છે. શહેરમાં આવેલ કાલાઘોડા વિસ્તાર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી બ્રિજ પરથી એક યુવાને પડતું મૂક્યું હતું.
ફાયર બ્રીગેડની 5 કલાકની ભારે જહેમત પછી યુવાનની લાશ મળી આવી છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતાંની સાથે જ લાશ્કરો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તેમજ મોતની છલાંગ મારનાર યુવાનની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં મગરો હોવાને લીધે પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા હતા તેમજ રેસ્ક્યૂ કરવામાં પણ ખુબ મુશ્કેલી પડી રહી હતી. ધૂળેટીના દિવસે બનેલ ઘટનાને લીધે ચકચાર મચી જવાં પામી છે.
બ્રિજ નજીક એક્ટિવા મૂકીને યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી :
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ દિપકનગરમાં રહેતાં 24 વર્ષીય પૂજન ભટ્ટ કાનન ઇન્ટરનેશનલમાં નોકરી કરી રહ્યો હતો. રાત્રે 3 વાગ્યાના સુમારે યુવાન ઘરેથી નીકળીને વહેલી સવારમાં કાલાઘોડા નજીક એક્ટિવા લઈ પહોચ્યો હતો. કાલાઘોડા નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ નજીક એક્ટિવા મૂકીને બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.
યુવાન ઘણા સમયથી બીમાર રહેતો હતો :
વિશ્વામિત્રી નદીમાં યુવાને પડતુ મૂક્યુ હોવાની જાણ થતાંની સાથે જ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા. આની સાથે જ પસાર થતા લોકોના ટોળેટોળા કિનારા ઉપર એકત્ર થયા હતા. આની સાથે જ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. આ યુવાને કયા કારણોસર વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ યુવાન ખુબ લાંબા સમયથી બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરિવારજનો તથા મિત્રો દોડી આવ્યા :
પૂજન ભટ્ટે વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાની જાણ પરિવાર તથા મિત્રોને થતાની સાથે જ તેઓ વિશ્વામિત્રી નદીમાં પહોંચી ગયાં હતા. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવને લીધે ચકચાર મચી જવાં પામી હતી. આ ઘટના અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાત્રે મિત્રના બર્થ ડમાં પણ ગયો હતો :
પૂજન ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો હતો. આની સાથે જ તે રવિવારની રાત્રે મિત્રના બર્થ ડેમાં ગયો હતો. જો કે, રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળ્યા પછી તેને વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી તેમજ ખુબ ભારે જહેમત પછી 5 કલાક બાદ તેનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.