ATM તોડવાનું કાવતરું થયું નિષ્ફળ! મોજશોખ માટે રૂપિયા ખૂટતાં ચોરી કરવા નીકળ્યો હતો યુવક- આ રીતે થયો પર્દાફાશ

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં એક જ રાત્રી દરમિયાન ATM ચોરી(ATM theft)ના બે બનાવ પોલીસના ચોપડે નોંધાયા હતા. જેમાંથી અમદાવાદના રામોલ(Ramol) વિસ્તારમાં ATM તોડી ચોરીની કોશિશમાં આરોપીની…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં એક જ રાત્રી દરમિયાન ATM ચોરી(ATM theft)ના બે બનાવ પોલીસના ચોપડે નોંધાયા હતા. જેમાંથી અમદાવાદના રામોલ(Ramol) વિસ્તારમાં ATM તોડી ચોરીની કોશિશમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર(Maninagar) વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસ દ્વારા આગની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી મોજશોખ માટે રૂપિયાની ખુબ જ જરૂર હોવાને લીધે ચોરીના રવાડે ચડી ગયો હતો.

બુધવારના રોજ સવારે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો:
હાલમાં તો આ મામલે રામોલ પોલીસ દ્વારા યસ ઉર્ફે હની ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. જે રામોલ વિસ્તારનો રહેવાસી છે. જેણે 15 ડિસેમ્બરના રોજ વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના ATMનું ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાની કોશિશ કરી હતી. જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતાથી આરોપી ભાગી ગયો હતો. જોકે આ ઘટના અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી યસ ઉર્ફે ફની ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની કરવામાં આવી છે પૂછપરછ:
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 તારીખના રોજ શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM તોડી ચોરીની કોશિશ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ દ્વારા પણ આરોપીની પૂછપરછ તથા CCTVની તપાસ કરવામાં આવી હતી. જોવામાં આવે તો આ અંગે અન્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. સાથે જ તપાસ કરવામાં આવતા આરોપીએ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યાનું જાણવા મળ્યું હતું. જોકે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકની પૂછપરછ કરતા ફક્ત મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાને કારણે અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે એટીએમનું ડિજિટલ લોક અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થઇ ગયો હતો.

એક જ રાતમાં એટીએમ ચોરીના બે બનાવ બનતા અમદાવાદ શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે વસ્ત્રાલમાં બનેલા ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ મણિનગરના ગુનાનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *