‘સેલિબ્રિટી મોડેલિંગ મિસિસ ઇન્ટરનેશનલ 2022’નો તાજ જીતી વડોદરાની ફેશન ડિઝાઇનર દર્શિના બારોટ

હાલમાં ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. અહીં, દર્શિના બારોટ(Darshina Barot) જે વડોદરા(Vadodara) શહેરની ફેશન ડિઝાઇનર(Fashion designer) છે, તેણે મિસિસ ગુજરાત 2021(Mrs. Gujarat…

હાલમાં ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. અહીં, દર્શિના બારોટ(Darshina Barot) જે વડોદરા(Vadodara) શહેરની ફેશન ડિઝાઇનર(Fashion designer) છે, તેણે મિસિસ ગુજરાત 2021(Mrs. Gujarat 2021), મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021(Mrs. Best Personality 2021), આ સિવાય CLM, સેલિબ્રિટી મોડેલિંગ મિસિસ ઇન્ટરનેશનલ 2002 (Celebrity Modeling Mrs. International 2002)નો તાજ પોતાના નામે કર્યો છે.

ત્યારબાદ હાલમાં જ કિશુ ચાવલા(Kishu Chawla) દ્વારા આયોજિત CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 (CLM Mrs. International 2022)નો તાજ પણ પોતાના નામે કર્યો છે.  દર્શિના બારોટ મૂળ વડોદરાની રહેવાસી છે. તેણે તેના વિશે માહિતી આપતા જણાવ્યું કે, ‘વડોદરા શહેરના સમા વિસ્તારમાં મારો બ્યુટીક સ્ટુડિયો છે. મેં MSU માંથી BSC (હોમ સાયન્સ) નો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મારી બહેન અને મિત્રના સહકારથી આ ફિલ્ડમાં આગળ વધી છું.’

પરિવારની મદદથી પડાવ પાર કર્યો:
અભ્યાસ પૂર્ણ થયા બાદ ગયા વર્ષે મિસિસ ગુજરાત 2021માં મારી બહેન જંકૃતિ પટેલ અને મિત્ર ભાવિકા પટેલ બંનેએ તેમની ઈચ્છાથી મારું ફોર્મ ભર્યું હતું. તેઓનું કહેવું હતું કે, મારી પર્સનાલિટી પ્રમાણે મારે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવો જોઇએ. તેઓનું માનીને મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તે પ્રથમ જ વર્ષે મેં મિસિસ ગુજરાત 2021નો તાજ મારા નામે કર્યો હતો અને તેની સાથે જ મેં મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021નો તાજ પણ જીત્યો હતો.

દર્શિના બારોટના જણાવ્યા અનુસાર, ‘બહેન, મિત્ર, પતિ અને પરિવારના સહકાર અને મારા આત્મવિશ્વાસથી મેં જીવનના અનેક પડાવ પાર કર્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022માં મારી પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભારત, શ્રીલંકા, તિબેટ, અને નાગાલેન્ડ જેવા દેશોમાંથી કુલ 40 મહિલાઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ 9 મહિલાની પસંદગી થઇ આ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં  કરવામાં આવી હતી. આ દરેકને પાછળ છોડી મેં 38 વર્ષની વયે CLM મિસિસ ઇન્ટરનેશનલનો તાજ પોતના નામે કર્યો છે.

મિસિસ ઈન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી 2022નો તાજ પણ હું જીતીશ:
આ સિવાય તેણે એપ્રિલ-મે 2022 માં મિસિસ ઇન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી 2022માં પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાનું નામ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. તેણે જણાવ્યું કે, ‘આ સ્પર્ધામાં પણ મેં ભાગ લીધો છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મેં આટલા બધા ટાઇટલ મારા નામે કર્યાં છે અને મિસિસ ઈન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી 2022નો તાજ પણ હું જીતીશ તેવી મને આશા છે. આ સાથે આવનારા સમયમાં આમાં રસ ધરાવતી શહેરની મહિલાઓ માટે ફેશન શોનું આયોજન કરવાની મારી ખુબ જ ઈચ્છા છે. જે હું ટૂંક સમયમાં પૂરી કરીશ.

મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે:
મહિલાઓ જે ધારે તે કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તેઓ પરિવારના સભ્યોને મહત્ત્વ આપતી હોય છે, જેના કારણે લોકો એવું સમજે છે કે મહિલા બીજા પર નિર્ભર છે. મહિલાને સફળ થવા માટે ઉમર ક્યારેય બાધા નથી બનતી, બસ મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *