વડોદરા(Vadodara): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. માહિતી મળી આવી છે કે, સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં 20 વર્ષીય રવિ દેવીપૂજકે શહેરના જાંબુઆ બ્રિજ(Jambua Bridge) પરથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પછી યુવાનનો મૃતદેહ મંગળવારે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધુ:
જણાવવામાં આવી રહ્યું છે કે, વિશ્વામિત્રી નદીમાં મગરની સંખ્યા ખુબ જ વધારે છે. જેના કારણે રાત્રે કામગીરી મુશ્કેલ બની હતી. તેથી મંગળવારે સવારે ફરી શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકનાં ભાભીના જણાવ્યા મુજબ રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પાસે નોકરી કરતો હતો. તેણે એક દિવસની રજા લઈને શેઠ પાસેથી રૂ.500 લીધા હતા. ફિલ્મ જોયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો.
જોતજોતામાં રવિને મગરો ખેંચી ગયા
આ દરમિયાન તેના ભાઈની નજર પડતાં ક્યાં જાય છે તેમ પૂછ્યું હતું. રવિએ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઇલ આપી ઘરે આવું છું, એવું કહીને ગયા બાદ નદીમાં ભૂસકો માર્યો હતો. આ પછી તેની લાશને જોતજોતામાં મગરો ખેંચી ગયા હતા. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. હાલ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.