છેલ્લા ઘણા દિવસોથી ડૂબવાને કારણે મોતની સંખ્યા ખુબ જ વધી છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. ડભોઇ(Dabhoi) તાલુકાના ચાણોદ(Chanod) ખાતે નર્મદા નદીમાં પોતાના સ્વજનના મૃત્યુ બાદ કરવાની અસ્થિ વિસર્જનની વિધિ માટે આવેલ ગોધરાના ભક્તિનગર વિસ્તારનો પરિવાર વિધિ સંપન્ન કરી ચાંણોદની સામે પોઇચા ગામના નર્મદા નદીના પટમાં સ્નાન કરવા ગયા હતા. આ દરમિયાન સ્નાન કરતા કરતા પરિવારના ત્રણ યુવાનો નદીમાં તણાયા હતા.
ત્રણ યુવાનો પૈકી બે યુવાનને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ બીજા યુવાનનો બચાવ થતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોટાફોફડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ આવવામાં આવ્યા હતા. જ્યારે નદીમાં લાપતા થયેલ ત્રીજા યુવાનની ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગોધરા ભક્તિનગર વિસ્તારનો પરિવાર ડભોઇ તાલુકાના ચાંદોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે પોતાના પરિવાર સ્વજનના મૃત્યુ બાદની અસ્થિ વિસર્જનની વિધિ માટે આવ્યા હતા. ત્યારપછી વિધિ સંપન્ન કરી બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ચાંદોદની સામે કિનારે પોઇચાના નર્મદા નદીના તટમાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે સ્નાન કરતા કરતા મહેશભાઈ બુધાભાઈ પરમાર(23)ને નદીના વહેણમાં તણાતો જોઈ હર્ષવર્ધન ઉમેશભાઈ સોલંકી(19) અને જનકસિંહ બુધેસિંહ સોલંકી(23) તેને બચાવવા દોડી ગયા હતા. પરંતુ ત્રણેય યુવાનોને તરતા આવડતું હોવાથી ત્રણેય તણાયા હતા.
આ દરમિયાન મહેશ પરમારને નદીમાં સ્નાન કરતા લોકોએ ખેંચીને બહાર કાઢ્યો હતો. જનકસિંહ સોલંકીને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હર્ષવર્ધન પાણીના વહેણમાં લાપતા બની ગયેલ તેની શોધખોળ હાથ ધરી હતી. ડૂબતા 3 યુવાનો પૈકીના મહેશ પરમાર અને જનકસિંહ સોલંકીને ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.