લગ્ન પછી લગભગ દરેક પતિ પત્ની વચ્ચે ક્યારેક નાની વાતને લઈને મોટો ઝઘડો થઈ જતો હોય છે.આવા ઝગડાનું અમુક સમયે ગંભીર પરિણામ પણ આવતું હોય છે. અમુક સમયે આ પરિણામ પતિને ભોગવવું પડે છે તો વળી અમુક સમયે પત્નીને ભોગવવાનો વારો આવે છે. નાની-નાની વાતને લઈને ગુસ્સે થતી વ્યક્તિઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. જેમાં પતિએ માઠું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.
આવી જ એક ઘટના આફ્રિકાના જાંબિયા દેશમાંથી સામે આવી છે. ઘરમાં સતત પરેશાન કરતા ઉંદરને પતિએ ન મારતા પત્નીએ પતિનું પ્રાયવેટ પાર્ટ દાંતથી કાંપી નાંખ્યું હતું. પત્ની મુકુપા મુસોંડાની આવી ક્રુર હરકત બાદ પતિ અબ્રાહમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અબ્રાહમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, કિતવા વિસ્તારમાં પત્ની મુકુપા પોતાના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી હતી. આ પાર્ટી બાદ તેણે ઘરમાં એક ઉંદર જોયો. ઉંદરને જોતા જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઝઘડો અને બોલાચારીની સાથે તેણે આક્રમક થઈને પતિના પ્રાયવેટ પાર્ટ પર જોરદાર બટકું ભરી દીધું. એટલી હદ સુધી કે દાંતથી પતિનું પ્રાયવેટ પાર્ટી કાપી નાંખ્યું. ત્યાર બાદ અબ્રાહમને આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદના આધારે ડેપ્યુટી પોલીસ કમિશનર બોથવેલ નમુસ્વાએ કહ્યું કે, પતિ અને પત્ની હાલમાં અલગ થઈ ચૂક્યા છે. નમુસ્વાએ વધુમાં જણાવતા કહ્યું કે, હાલમાં તેઓ એક જ ઘરના બે જુદા જુદા રૂમમાં રહે છે. મુકુપાએ એવો દાવો કર્યો હતો કે, ઉંદર એના રૂમમાં આવીને પરેશાન કરી રહ્યો હતો. મુકુપાએ અબ્રાહમને આ ઉંદરને મારવા માટે કહ્યું. અબ્રાહમે ઉંદરને મારવા સામે ઈન્કાર કરી દેતા પત્નીએ ગુસ્સામાં આવીને દાંતથી પતિનું પ્રાયવેટ પાર્ટ કાપી નાંખ્યું. એવું પણ જાણવા મળ્યું હતું કે, ઉંદરનો નિકાલ કરવા પત્ની અગાઉ પણ ટકોર કરી હતી.
સમગ્ર ઘટના બાદ લોહથી લથબથ અબ્રાહમ હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા અને ત્યાં ઈલાજ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મહિલા સામે કોઈ કાયદેસરના પગલાં લીધા કે નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. અબ્રાહમને કિતવે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મુકુપાની ઉંમર 40 વર્ષની અને અબ્રાહમની ઉંમર 52 વર્ષની છે. પોલીસે પણ બંને વ્યક્તિને જુદા જુદા રહેવા અને સૂવા માટે આદેશ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en