2020ની સૌથી મોટી ભવિષ્યવાણીઓ: આ તારીખે કોરોના થશે ઘરભેગો, સાથે-સાથે થશે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ. જાણો કોણે કહ્યું?

નવરાત્રી પહેલા કોરોના જડ માંથી પણ નાબુદ થઇ જશે. જેના કારણે આસો સુદ એકમે તારીખ 17મી ઓક્ટોબરથી શરુ થનાર નવરાત્રીનો તહેવાર સારી રીતે ઉજવી શકાશે. અલબત્ત, ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ, સુનામી, જ્વાળામુખી, ધરતીકંપ સહિતની કુદરતી આપત્તિઓ સર્જાશે. તદુપરાંત વૈશ્વિક નેતાની હત્યા થવાની સંભાવના છે આવું જ્યોતિષાચાર્ય કિરીટ જાનીએ જણાવતા કહ્યું છે.

જ્યોતિષાચાર્ય કિરીટ જાનીએ જણાવતા કહ્યું હતું કે ઓક્ટોબર 2019થી બુધ વિચિત્ર ગતિથી ચાલતો હોઇ મુશ્કેલી સર્જાઇ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સૂર્ય કન્યા રાશીમાં આવશે. જે સાથે કોરોના વાયરસના વળતા પાણી થશે. ત્યારબાદ બુધ મિથુન રાશીમાં પ્રવેશવા સાથે કોરોનાનો જડ માંથી જ નાબુદ થઇ જશે. જયારે 5200 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુધ્ધ થયું ત્યારે ત્રણ ગ્રહણ થયા હતા.

તેવી જ પરિસ્થિતી હાલના સમયમાં સર્જાઇ છે. આવનારી તારીખ 5 મી જુને જેઠ સુદ ર્પૂિણમાએ માન્ધ્ય ચન્દ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી. જ્યારે તારીખ 21 મી જુને જેઠ વદ અમાસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે જેને ર્ધાિમક દ્રષ્ટિએ પાળવાનું છે. તારીખ 5 મી જુલાઇએ અષાઢ સુદ ર્પૂિણમા (ગુરૃર્પૂિણમા)એ માન્ધ્ય ચન્દ્રગ્રહણ શુભ છે. જે ભારતમાં દેખાવાનું ન હોઇ એટલે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી. પ્રથમ બે ગ્રહણ વચ્ચે 16 દિવસનો સમયગાળો છે.

જ્યારે બીજા અને ત્રીજા ગ્રહણ વચ્ચે 14 દિવસનો સમયગાળો રહેશે. બુધ 69 દિવસ સુધી મિથુન રાશીમાં રહેશે. મિથુનરાશી વાયુતત્વની હોઇ વેપાર-વણજ તેમજ કોમ્યુનિકેશનનું દિવાળી પછી ઉજ્જવળ ભવિષ્ય સર્જાશે. શેરબજાર પણ નીચું જઇને એપ્રિલ 2021 સુધી પોતાનું સ્થાન ટકાવી રાખશે. કોરોનાનો અમલ ગળુ અને ફેફસા પર છે બુધની અસર પણ ગળા અને ફેફસા પર છે. સામાન્ય રીતે બુધ 23 થી 27માં દિવસે રાશી બદલે છે. પરંતુ નવેમ્બર 2019 થી સરેરાશ 15 થી 17 માં દિવસે રાશી બદલતો રહ્યો છે.

વર્ષ 2020માં ભયંકર ડરનો માહોલ છે, પણ ડરવાની કોઈ જરૂર નથી. પ્રવર્તમાન સમયગાળામાં બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ તેમજ પ્લુટો વક્રી છે. જેને પગલે ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ સૂર્ય ગ્રહણની કુંડળીમાં આંશિક રીતે માલિકાયોગ થતો હોઇ તે શુભ છે. જેથી ડરવાની કોઈ જરૂરિયાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *