રાજકોટ(rajkot): આજકાલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. તસ્કરો ચોરી માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. આ દરમિયાન, રાજકોટ(Rajkot) શહેરના હાર્દ સમાં ડો.યાજ્ઞિક(Dr. Yagnik) રોડ પર તમારા પૈસા પડી ગયા છે કહી કરખાનેદારની બી.એમ.ડબલ્યુ કાર(BMW car)માંથી 3 લાખ અને લેપટોપ બેગ(Laptop bag)ની ચોરી તેમજ અક્ષર માર્ગ(akshar marg) પર કારના કાચ તોડી 5 લાખની કિંમતના સોનાના ઘરેણા ભરેલા પર્સની ચોરી થઇ હોવાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે ગઈકાલે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ(Kanta Women’s Development Home)ની પાછળ પાર્ક કરેલ કારના કાચ તોડી 1,90 લાખ રોકડા, રેઇનકોટ(Raincoat) અને ચશ્માં ચોરી કરી ગયાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે એડવોકેટ મયંકભાઇ હર્ષદભાઇ વ્યાસે ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહી 150 ફુટ રિંગરોડ પર બાલાજી હોલ વાળી શેરીમાં જયોતિ કોમ્લેક્સમાં પહેલા માળે અમારી ઓફિસ આવેલ છે ત્યાં બેસી રેવન્યુ એડવોકેટની પ્રેક્ટીસ કરું છું. શ્રીમદ ભવનમાં મારા મિત્ર સંજય ભાઈ તોગડિયાની ઓફિસ પણ આવેલ છે.
રાજકોટ : એડવોકેટની કારમાં તોડફોડ કરી રૂા.1.90 લાખની ચોરી#trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/YLts1xFFam
— Trishul News (@TrishulNews) October 4, 2021
જ્યાં અમે તેમને મળવા માટે ગયા હતા ત્યારે મે મારી ઉપરોક્ત કાર આશરે આઠ વાગ્યાની આસપાસ કાન્તા સ્ત્રી વિકાસ ગૃહની પાછળ અને શ્રીમદ કોમ્લેક્સની સામેની શેરીમાં પાર્ક કરી હતી અને આ કારની અંદર આગળની બંને સીટની વચ્ચે આર્મ રેસ્ટનું બોક્સ આવેલ તેમાં 1,90,000 રૂપિયા પાંચસોના દરના ચાર બંડલ મુકેલા હતા અને બીજું મારૂ પાકીટ પણ સાથે મુકેલ હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાર લોક કરી હું મારા મિત્ર સંજયને મળવા ઓફિસમાં ગયેલ અને ત્યારપછી અમો ચાર મિત્રો એ બહાર જમવા જવાનું નક્કી કરેલ જેથી મને મારૂ પાકીટ યાદ આવતા હું તથા મારા મિત્ર લલિત અને ધર્મેશ અમે ત્રણ જણા રાત્રિના વાગ્યાના અરસામાં મારી કાર પાસે ગયેલ અને મારી કારમાંથી આર્મ રેસ્ટ બોક્સમાંથી મારૂ પાકીટ મુક્યું હતું. તે ગાયબ હતું અને કારનો કાચ પણ તોડી નાખ્યો હતો.
ત્યારબાદ ત્યાં નજીકમાં ન્યુ જનતા ટ્રાન્સપોર્ટમાં ચેક કરવામાં આવતા ત્યાંના CCTV ફુટેજમાં એક શખ્સ બાઇક લઇ આવી કારનો કાચ તોડી પૈસાની ચોરી કરતો જોવા મળ્યો છે. એડવોકેટની ફરિયાદ પરથી કલમ 379 હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી CCTV કુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.