સુરતમાં સાડીનો વેપારી લાખોના અફીણ સાથે ઝડપાયો- ધંધો ઠપ થઈ જતા થયો મજબુર

સુરત(ગુજરાત): રાજસ્થાનના વેપારીએ કોરોનામાં સાડીનો વેપાર બંધ થવાને કારણે અફીણનો ધંધો શરુ કરી દીધો હતો. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાએ કહ્યું હતું કે, નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન હેઠળ શહેરમાં નાર્કોટિક્સ ડ્રગનો વેપાર કરનારાઓને પકડવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આ દરમિયાન અફીણ રાજસ્થાનમાંથી મંગાવીને સુરતમાં વેચનાર આરોપી ગોડાદરામાં રહેતો હોવાની માહિતી એસઓજીને મળી હતી. માહિતીના આધારે તે હાલમાં ઘરે હતો. એસઓજીએ આ માહિતીના આધારે ગોડાદરા દેવધ રોડ પર શિવ પાર્ક સોસાયટીમાં રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન ત્યાંથી આરોપી ચંપાલાલ વસ્તારામ મકુમ પરમારની ધડપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, એસઓજીએ ઝડપાયેલા આરોપી પાસેથી 1.14 લાખ રૂપિયાની કિંમતનું 383 ગ્રામ અફીણ જપ્ત કર્યું હતું. એટલું જ નહીં, એક વજન કાંટો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ચંપાલાલે આની પહેલા તે સાડીનો વેપાર કરતો હતો.

છેલ્લા આઠેક મહિનાથી કોરોનાની મહામારીને કારણે વેપાર બંધ થઈ ગયો હતો. તેથી તેને અફીણનું બાંધણ થાય ગયું હતું. તેને કારણે તે પોતાના માટે અફીણ લાવતો હતો. તેથી તેની સાથે તેને અફીણ વેચાણનું પણ શરુ કરી દીધું હતું. તેથી તેને રાજસ્થાનથી અફીણ લાવીને વેચવાનું શરુ કર્યું હતું. તે અનેક વખત રાજસ્થાનથી અફિણ લાવીને વેચી ચૂક્યો છે. પોલીસે ચંપાલાલની ધડપકડ કરીને આરોપી ભેરારામ બિશ્નોઇને વાન્ટેડ જાહેર કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *