‘એક કિલો પતંગના દોરાની ગુચ આપી, મફતમાં મેળવો ખમણ કે ચીઝ રોલ’ સુરતના વેપારીની અનોખી ઓફર

આપણે જાણીએ છીએ કે આ વખતે ઉત્તરાયણ(Uttrayan) પછી રવિવાર(Sunday)ની પણ રાજા હોવાથી લોકોને ત્રણ દિવસ પતંગ ઉડાડવાની મજા લીધી હતી. આ સાથે જ ઘણાં અકસ્માતો…

આપણે જાણીએ છીએ કે આ વખતે ઉત્તરાયણ(Uttrayan) પછી રવિવાર(Sunday)ની પણ રાજા હોવાથી લોકોને ત્રણ દિવસ પતંગ ઉડાડવાની મજા લીધી હતી. આ સાથે જ ઘણાં અકસ્માતો (Accident) પણ દોર ના લીધે થયા હતા.

શહેરમાં ઘણાં લોકોએ પશુ અને પક્ષીઓ માટે સારવારની સુવિધાઓ પણ કરી હતી. ત્યારે સુરત (Surat)ના વેસુ(Vesu) આગમ આર્કેડ (Aagam Arced)માં જય ગોપીનાથ (Jay Gopinath) ખમણ અને લોચોની દુકાનના માલિક ચેતન (Chetan) અને પરેશે (Paresh) કઈક અનોખી રીતે પોતાની માનવતા દાખવી હતી. બંને એ પોતાની દુકાનમાં એક ઓફર રાખી.

આ ઓફરમાં 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આ ઓફર 20 જાન્યુઆરી સુધી જ છે. સુરતના લોકો ખાવાના તો શોખીન છે જ તેમાં પણ ખમણ અને લોચાના કઈક વધારે જ ફેમસ હોવાથી ઉત્તરાયણના દિવસે આવી ઓફર રાખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *