શહેરોમાં વાયુવેગે કોરોના પ્રખરતા લોકો બિસ્તરા પોટલા બાંધી પોતાના વતન ભાગવા લાગ્યા છે. વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં કોરોના દિવસેને દિવસે મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. પણ રાજ્ય સરકાર દ્વારા વાહનવ્યવહાર ચાલુ હોવાને કારણે લોકો પોતના ગામમાં પાછા ફરવા લાગ્યા છે. આવા સમયે જે શહેરમાં કોરોના વધી રહ્યો હોય તે શહેર માંથી લોકોને બહાર ના નીકળવા દેવા જોઈએ, જેના ફાયદા સ્વરૂપે કોરોનાનું સંક્રમણ ના થાય અને લોકો કોરોનાથી સુરક્ષિત રહે, પંરતુ તંત્ર પણ બેફીકર થઇ લોકોને બધી જ પરવાનગીઓ આપી દીધી છે.
અને લોકો પોતાના શહેર છોડી ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે. ગામડાના લોકો શાંતિથી પોતાનું જીવન ચલાવી રહ્યા છે, હવે જથ્થાબંધ શહેરી લોકો જે ગામડે જાય છે, તેમાંથી કોઈને કોરોના હશે અથવા થયો તો ત્યાના લોકોની જવાબદારી કોણ લેશે? આ મોટો સવાલ ઉભો થયો છે.
સુરત સહીત બીજા અન્ય શહેરોમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. કોરોના કહેરને કારણે સુરત, અમદાવાદ અને મુંબઇમાં રહેતા લોકોએ વતન તરફ વાટ પકડી છે. જેવી રીતે શહેરોમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે એવી જ રીતે શહેરો લોકો ગામ તરફ ભાગી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ સુરત શહેરથી આવતા લોકોનું પ્રમાણ વધુ છે. સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા લોકોનું ફરજિયાત હેલ્થ ચેકઅપ આજથી ચાવંડ ચેકપોસ્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. આના કારણે ચાવંડ ચેકપોસ્ટ પર સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતી બસના થપ્પા લાગી ગયા છે. 1-1 કિલોમીટર સુધી બસની લાંબી લાઇન જોવા મળી રહી છે.
ચાવંડ ચેકપોસ્ટ પર સવારના સમયથી જ પોલીસ તંત્રનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બે વ્યક્તિ વચ્ચે 3 થી 4 ફૂટનું અંતર પણ રાખવામાં આવી રહ્યું છે. હેલ્થ ચેકઅપ માટે પણ લોકોની લાંબી લાઇન લાગી છે.
સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા તમામ મુસાફરોની હિસ્ટ્રી રજીસ્ટર કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોને 14 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. અમરેલી જિલ્લામાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ વધેનહીં તે માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સાથે-સાથે દરેક લોકોના નામની નોંધણી પણ કરવામાં આવી રહી છે, જેના કારણે તંત્રને લોકોની જાણ રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news