કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત- ટ્રક નીચે 10 ઘેટા છૂંદો બોલી ગયા

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે કચ્છ-સૌરાષ્ટ્ર સાથે જોડતા નેશનલ હાઈવે 8-એ(National Highway 8-A) પરના સુરજબારી(Surajbari) નજીક આજે સાંજે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે કચ્છ-સૌરાષ્ટ્ર સાથે જોડતા નેશનલ હાઈવે 8-એ(National Highway 8-A) પરના સુરજબારી(Surajbari) નજીક આજે સાંજે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બનવા પામી છે. મોરબી તરફથી જઈ રહેલ સામખીયાળી બાજુ આવતી ટાઇલ્સ ભરેલી ટ્રક, ઘેટાં બકરાને બચાવવા જતા માર્ગ પર ગમખ્વાર અકસ્માતનો શિકાર બની હતી. જેમાં ટ્રકની ટ્રોલી નીચે અંદાજે 10 જેટલા ઘેટાં દબાઈને મૃત્યુ(10 sheep died) પામ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગોઝારા અકસ્માતના લીધે મોરબી માર્ગ પર ત્રણ કિલોમીટર જેવડો મોટો ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો. જોકે સુરજબારી ટોલ પ્લાઝની ટીમ અને સામખીયાળી પોલીસ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને સામેના માર્ગે વાળી દેવામાં આવતા ધીમી ગતિ સાથે વાહનો કચ્છ તરફ આગળ વધી રહ્યા હતા. જણાવી દઈએ કે, સુરજબારી આસપાસના ધોરીમાર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

મહત્વનું છે કે, સામખીયાળી સુરજબારી વચ્ચેની અજંતા હોટેલ પાસે ગઈકાલે સાંજે 5.30ની આજુબાજુ મોરબી બાજુથી વાયુવેગે આવતી માલવાહક ટ્રક ઘેટાં બકરાંના ધણને બચાવવા માટે બેકાબુ બની ગઈ હતી. જેના લીધે ટ્રકની મોટી ટ્રોલી રસ્તા પર જ તૂટી પડી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કેટલાક ઘેટાં ટ્રોલી નીચે દબાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. જોકે કેટલા ઘેટાના મોત થયા આ વિશેનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.  ટ્રકને માર્ગ પરથી દૂર કરી દેવામાં આવ્યો હતો તેવું હાઇવે પેટ્રોલિંગ ટીમના મહેશ મકવાણાએ જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *