સુષ્મા સ્વરાજની આ વાતોથી કરોડો લોકોના જીવન સુધરી ગયા, જાણવા અહીં ક્લિક કરો.

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. હ્યદયરોગનો હુમલો આવતા તેમને નાજુક સ્થિતિમાં દિલ્હીની…

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. હ્યદયરોગનો હુમલો આવતા તેમને નાજુક સ્થિતિમાં દિલ્હીની એમ્સમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તબિબોની ટીમ તેમને બચાવી શકી નહોતી.

સુષ્માના નિધનથી ભાજપમાં રીતસરનો ખાલીપો સર્જ્યાયો છે. સુષ્મા સ્વરાજને ભારતીય રાજનીતિમાં હંમેશા યાદ રાખવામાં આવશે ખાસ કરીને વિદેશ મંત્રી રહેતા તેમણે મુશ્કેલીમાં ફસાયેલા લોકોની કરેલી મદદ બદલ.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં સુષ્મા સ્વરાજ દેશના પહેલા મહિલા વિદેશમંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમણે દેશ હોય કે દુનિયાનો કોઈ પણ ખુણો, ફસાયેલા કે મુશ્કેલીમાં મુકાયેલા દરેક ભારતીયને તત્કાળ મદદ પહોંચાડી હતી.

ત્યાં સુધી કે સુષ્મા સ્વરાજે યુદ્ધગ્રસ્ત સિરિયા હોય કે ઈજીપ્તમાંથી પણ સંખ્યાબંધ ભારતીયોને હેમખેમ રીતે ઉગાર્યા હતાં. વિઝાને લઈને ઉભી થયેલી સમસ્યા હોય કે કોઈ મુશ્કેલીમાં સુષ્મા સ્વરાજને એક ટ્વિટ કરો એટલે મદદ પાક્કી સમજો.

જરૂર પડ્યે સુષ્મા સ્વરાન વિદેશ રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહને રવાના કરતા હતા અને ભારતીયોની મદદ કરતા હતાં.

સુષ્મા સ્વરાજ માત્ર ભારતીયોની જ નહીં પણ પાડોશી દેશ પાકિસ્તાનના લોકોની પણ વ્હારે ચડતા હતાં. ટ્વિટર તેમની સક્રિયતાના પગલે લોકોમાં સુષ્મા સ્વરાજ ટ્વિટર મંત્રી તરીકે જાણીતા બન્યા હતાં.

સુષ્મા સ્વરાજ અચાનક ફાની દુનિયાને અલવિદા કરીને ચાલ્યા જતા તેમણે જેમને જેમને મદદ કરી હતી તે લોકોની આંખોના ખુણા ભીના થઈ ગયા હતાં. આ લોકો માટે સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર ખરેખર દુખરૂપ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *