મોદી સરકાર વેચી રહ્યું છે સસ્તું સોનું. 9 ઓગસ્ટ સુધી ખરીદવાની છે શ્રેષ્ઠ તક. જાણો વિગતે

જો તમે સોનું (ગોલ્ડ) ખરિદવાનું વિચારી રહ્યા છો તો તમને મોદી સરકાર એક સારી તક આપી રહી છે. ખરેખર સરકારની એક સ્કિમ દ્વારા તમે બજાર કિંમતથી સસ્તુ સોનું ખરીદી શકો છો. જોકે આ તકનો લાભ તમે માત્ર 9 ઓગસ્ટ સુધી જ ઉઠાવી શકો છો.

ખરેખર મોદી સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) સ્કિમ આજે એટલે કે, 5 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ચાલશે. આ સ્કિત અંતર્ગત તમે 3,499 રૂપિયા પ્રતિગ્રામ સોનું ખરીદી શકો છો. ત્યાં જ 3 ઓગસ્ટના હિસાબે સોનાનાં બજાર ભાવની વાત કરીએ તો 3,674 રૂપિયા પ્રતિ ગ્રામ છે. કહેવાનો મતલબ એવો છે કે, સરકારની સ્કિમ અંતર્ગત જો તમે સોનું ખરીદો છો તો 175 રૂપિયા પ્રતિગ્રામ સસ્તુ પડશે.

આ સાથે જ ખરીદારોને ડિઝિટલ મોડમાં પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિગ્રામ વધુ છૂટ મળશે. આવામાં ઓનલાઇન આવેદન અથવા ચૂકવણી કરનારા ગ્રાહકોને 3,449 રૂપિયા પ્રતિગ્રામ પર સોનું ખરીદી શકો છો. અહિંયા તમને જણાવી દઇએ કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ અંતર્ગત સોનું ખરીદીને ઘરમાં રાખવામાં આવતું નથી. પરંતુ બોન્ડમાં રોકાણ કરી ઉપીયોગ કરવાનું હોય છે. બોન્ડ આધારિત સોનાની કિંમત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી નક્કી થાય છે.

જોકે, કોઇ પણ વ્યક્તિ એક નાણાકિય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ સોનાનો બોન્ડ ખરીદી શકે છે. ત્યાં જ ઓછામા ઓછૂ રોકાણ એક ગ્રામનું છે. સ્કિમ અંતર્ગત સોનું ખરીદીને તમે ટેક્ષ પણ બચાવી શકો છો. આ સિવાય બેંકથી લોન પણ લઇ શકાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમનો હેતુ સોનાનું ફિઝિકલ ડિમાન્ડને ઓછૂ કરવાનું છે. આ કારણ છે કે, સમય-સમય પર સ્કિમ અંતર્ગત સોનું ખરીદવાની તક આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *