108 હોસ્પિટલ ન પહોંચી તો ડોક્ટર ઓક્સીજનની બોટલ લઈને ખોદેલા રોડ પર પહોચ્યા અને બચાવ્યો નવજાતનો જીવ

અવારનવાર કેટલાક ડોકટરોની કાર્યનિષ્ઠાને લઈ અહેવાલો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારીને લઈ સમાચાર સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં આવેલ આદિવાસી વિસ્તારમાં એટલે કે, ધરમપુરમાં આવેલ વાસદમાં જન્મેલા બાળકનો જીવ બચાવવા માતા તથા નવજાતને ધરમપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

જો કે, માર્ગ રીપેરીંગનું કામકાજ ચાલતું હોવાને લીધે એમ્બ્યુલન્સ હોસ્પિટલ સુધી પહોંચી શકે એમ ન હતી, જેની જાણ હોસ્પિટલના સ્ટાફ તથા ડોક્ટરને કરવામાં આવી હતી. ડોક્ટર તથા હોસ્પિટલ સ્ટાફ ઓક્સિજનની બોટલ લઇ હોસ્પિટલ આગળ ખોદેલા માર્ગની વચ્ચે પહોંચ્યા હતા. નવજાત શિશુ તથા તેની માતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.

આની સાથે જ ડોક્ટર તથા હોસ્પિટલ સ્ટાફની આ કાર્યનિષ્ઠાને બિરદાવવામાં આવી રહી છે. મ્લીલ જાણકારી પ્રમાણે, વલસાડ જિલ્લામાં આવેલ ધરમપુર શહેરમાં નગર પાલિકા દ્વારા રસ્તો ખોદીને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત રોજ મોડી રાત્રે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં આહવાની સરકારી હોસ્પિટલમાં જન્મેલા નવજાત બાળકમાં ઓક્સિજનની અછત જણાઈ આવી હતી.

હોસ્પિટલના સ્ટાફ દ્વારા આશાવર્કરને બનાવની જાણ કરવામાં આવી હતી. આશાવર્કરે 108ની મદદ લઈને નવજાત શિશુને સારવાર અર્થે તાત્કાલિક ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવું પડે એમ હતું. નવજાત શિશુને બચાવવા માટે આશાવર્કર તથા ધરમપુર રાજચંદ્ર આશ્રમ હોસ્પિટલના ડોક્ટરોની સેવાને બિરદાવી ઘટે એવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે.

નવજાતને માથાના ભાગે ઓક્સિજન ઓછું મળતું હતું :
વાસદામાં આવેલ મોટી કોરવળ ગામના ઉપલા ફળિયામાં રહેતી ફક્ત 19 વર્ષીય મીનાબેનને પ્રસૂતિની પીડા ઊપડતાં આહવાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં નવજાત બાળકની ડિલિવરી દરમિયાન બાળકને બહાર નીકળતી વખતે ફસાઈ ગયું હતું, જેને લીધે ડિલિવરી વખતે નવજાત શિશુને માથાના ભાગમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળતું હતું.

નવજાતને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર ઊભી થઈ :
નવજાત બાળકને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવાની જરૂર ઊભી થઈ હતી, જેને લીધે વધુ સારી સુવિધા ન હોવાને લીધે આશાવર્કર સંગીતાબેન રાજુભાઈ ગોંડલિયાએ સમય બગાડ્યા વિના 108ની મદદથી નવજાત બાળક તથા તેની માતાને સારવાર અર્થે 60 કિમી દૂર આવેલ ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી હતી.

108 હોસ્પિટલ સુધી પહોંચી શકે એમ ન હતી :
ધરમપુર નગરપાલિકાએ શહેરના મુખ્ય માર્ગ ખોદીને નવા બનાવવાની કામગીરી હાથ ધરી હતી. જેને લીધે 108 હોસ્પિટલ સુધી પહોંચે એ સ્થિતિમાં ન હતી. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના ફરજ પર હાજર તબીબ તથા સ્ટાફને 108ની ટીમ દ્વારા રસ્તો ખોદાઈ રહ્યો હોવાની જાણ કરતાની સાથે જ હોસ્પિટલના તબીબે જરૂરી ઉપકરણ લઈ જોડે ખોદાયેલા રોડની વચ્ચે રાત્રિના 10:30 વાગે પહોંચી ગયા હતા.

ડોક્ટરે નવજાતને પોતાના હાથમાં રાખી સારવાર શરૂ કરી :
​​​​​​​ડોક્ટરે 108માં અંદર જ પહોંચીને પહેલા નવજાત શિશુને ઓક્સિજનની કિટ પહેરાવી. પછી પોતાના હાથમાં રાખીને જરૂરી સારવાર શરૂ કરી હતી. વ્હીલચેરમાં માતાને 5 કિમી દૂર લેવા માટે હોસ્પિટલનો સ્ટાફ પહોંચી ગયો હતો. આદિવાસી વિસ્તારમાં જન્મેલા નવજાત શિશુને બચાવવા માટે કરવામાં આવેલ આ પ્રયાસને હોસ્પિટલના સ્ટાફની નિષ્ઠાને બિરદાવવી પડે એવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *