કોરોના વચ્ચે સુરતીએ ફાર્મહાઉસમાં કેક, દારૂની બોટલો સાથે ફટાકડા ફોડી જન્મદિવસની કરી ઉજવણી, જુઓ વિડીયો 

હાલમાં એક બાજુ કોરોનાની માહામારી ચાલી રહી છે તો બીજી બાજુ સરકારની લાચારી અને એની વચ્ચે ઇન્જેક્શન, ઓક્સિજન અને સ્મશાનમાં વેઈટિંગથી ત્રસ્ત લોકોની પીડા વચ્ચે…

હાલમાં એક બાજુ કોરોનાની માહામારી ચાલી રહી છે તો બીજી બાજુ સરકારની લાચારી અને એની વચ્ચે ઇન્જેક્શન, ઓક્સિજન અને સ્મશાનમાં વેઈટિંગથી ત્રસ્ત લોકોની પીડા વચ્ચે એક યુવાને પોતાનો જન્મદિવસ ઉજવણી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લાનું એક ફાર્મ હાઉસ ભાડે રાખીને ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયોમાં કેક સાથે બે દારૂની બોટલ પણ જોવા મળે છે. જોકે સ્થાનિક લોકો બર્થ ડે બોય પર રોષ ઠાલવી કડક પગલાં ભરવા જણાવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોનાં મોતનો આંકડો દિન-પ્રતિદિન વધતાં શહેરમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આ યુવાને પોતાના મિત્રો સાથે ફાર્મ હાઉસ ભાડે રાખીને જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડી વીડિયો બનાવ્યો અને વાઇરલ કરી પીડિત લોકોની મજાક ઉડાવી હોય એવી હરકત કરી છે.

લોકો ચોક્કસ આવા યુવાનો સામે રોષ વરસાવશે. ટેબલ પર કેક મૂકીને કાપવામાં આવી ત્યાં દારૂની બે બોટલ પણ વાઇરલ વીડિયોમાં દેખાય રહી છે. યુવાન વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને બોધપાઠ ભણાવે એવી માંગ કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં એક લગ્નપ્રસંગના વરઘોડામાં ડાન્સ કરતો વીડિયો, લગ્નપ્રસંગના હોલમાં માસ્ક વગર ભેગા થયેલા મહેમાનોનો વાઇરલ વીડિયો બાદ હવે આ બર્થ ડે બોયની જન્મદિવસની ઉજવણીનો વીડિયો એ સાબિત કરે છે કે, કેટલાક લોકોમાં કોરોનાનો કોઈ ડર રહ્યો નથી, જોકે એ સમાજ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે, ચોક્કસ આવા લોકોને જામીન નહીં મળે એવી સજા થવી જોઈએ. તો જ આવી હરકતો રોકી શકાશે, નહિતર સુરતને સ્મશાન બનાવતાં કોઈ નહીં રોકી શકે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *