માસુમને સમયસર સારવાર ન મળતા મૃત્યુ થતા, 108ના કર્મચારીએ કહ્યું- ‘રૂપિયા ન હોય તે દર્દીને હોસ્પિટલ લેતી નથી’ ત્યારે હોસ્પીટલે કહ્યું…

થોડા દિવસ પહેલાં જ એસટી બસ (ST Bus) નીચે પગ કચડાતા મુસાફરને સમયસર સારવાર ન મળતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટના ખરેખર એ પ્રકારે હતી કે, બારડોલી (Bardoli) બસ સ્ટેશન પર એસ.ટી. બસે આધેડના પગ પર બસ ચડાવી દીધી હતી. તાત્કાલિક 108 ને બોલાવવામાં આવી હતી, પરંતુ 108 ના કર્મચારીએ દર્દી પાસે પૈસા ન હોવાથી હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી હતી. જેના કારણે માસૂમનું મૃત્યુ થયું હતું.

સમાચાર સામે આવતા, લોકોએ 108 ના કર્મચારી અને હોસ્પિટલ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.108 ના કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘અમને ઉપરથી કીધું છે કે, જેમની પાસે રૂપિયા ન હોય તેવા દર્દીઓને હોસ્પિટલ લાવવા નહીં’. જ્યારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે, ‘હોસ્પિટલ દ્વારા 108 ના કોઈપણ સંચાલકોને આ પ્રકારની સુચના આપવામાં આવી નથી.’ ત્યારે આ મામલો મેદાને ચડ્યો હતો. એક પછી એક બંને એકબીજાને ખો આપતા નજરે ચડયા હતા.

માસુમ જીવ જતા, બંને પક્ષોએ હાથ ઉંચા કરી લીધા હતા. તેવા સમય વચ્ચે આ ગરીબ મુસાફરને ન્યાય અપાવવા, કડક માં કડક તપાસ હાથ ધરાય તેવી લોકોએ માંગ કરી હતી. ઘટના એ પ્રકારે હતી કે, બસમાં ચડતી વખતે બસચાલકે મોટી ઉંમરના વ્યક્તિ પર બસ ચલાવી દીધી હતી, જેના કારણે મુસાફરના પગ પરથી એસટી બસના ટાયર ફરી વળ્યા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી.

જગુભાઈ હળપતિ નામના મુસાફર ઇજાગ્રસ્ત થતા થોડીવારમાં 108 આવી, પરંતુ ગરીબ આદિવાસી જોઈ ૧૦૮ના કર્મચારીએ દર્દીને સારવાર માટે લઈ જવાની ચોખ્ખી ના પાડી દીધી. કલાકોની દલીલ બાદ જ્યારે દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, તે દરમિયાન જ આધેડનું મૃત્યુ થઈ ગયું હતું. તે દરમિયાન 108 ના કર્મચારીઓ કીધું હતું કે, સરદાર હોસ્પિટલ પૈસા વગર દર્દી લેતી નથી. તંત્રની ગંભીર બેદરકારી જોઈ લોકોમાં રોજ ઉગ્ર બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *