સુરત(SURAT): ‘બહુ દુઃખે છે, બાળક નીચે સરકતું હોય એમ લાગે છે’ આ સાંભળી 108 એમ્બ્યુલન્સની EMTએ સૂઝબૂઝ વાપરી એમ્બ્યુલન્સ રોડ બાજુએ ઉભી કરાવી 2 મિનિટમાં જ પ્રસુતિ કરાવી એક નવજાત બાળકીને જન્મ અપાવ્યો હોવાની વધુ એક પ્રસંશનીય કામગીરી સામે આવી છે.
સુરતમાં પાંડેસરા પત્રકાર કોલોની નજીક 108 લોકેશનની EMTએ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી સાબિત કર્યું છે કે, વિશ્વાસ અને અનુભવથી દરેક કામ શક્ય બનાવી શકાય છે. પ્રસુતાના પરિવારે EMT ચંદ્રેશ ચૌહાણ અને પાયલોટ જયંતિ બારીયાનો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે, દીકરી અપાવનાર 108ની સેવાને હું ક્યારેય નહીં ભૂલું. આજે એક સંપૂર્ણ પરિવારની વ્યાખ્યા પૂરું થઈ, સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલી પ્રસુતા અને 2.5 કિલોની નવજાત બેબીની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ જણાવી EMTની સારી કામગીરી બદલ પીઠ થબથબાવી હતી.
પાંડેસરા અર્બન હોસ્પિટલમાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં રીફરનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ EMT ચંદ્રેશ ચૌહાણ અને પાયલોટ જયંતિ બારીયા એ તાત્કાલિક દોડી ને સગર્ભા ને સિવિલ લઈ આવતા રસ્તે પ્રસુતિની પીડા ઉપડી હતી.
EMT ચંદ્રેશે કહ્યું હતું કે, અતિશય પીડાને લઈ એમ્બ્યુલન્સ રોડ બાજુ એ ઉભી કરી પ્રસુતિ કરાવી પડી, માતા-દીકરી બને સ્વસ્થ છે. બન્નેને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યોએ બન્ને હાથે દીકરીને આશીર્વાદ આપ્યા. 108ના EMT અને પાયલોટની પ્રશંસનીય કામગીરીને લઈને પરિવારે આભાર વ્યક્ત કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.