સર્વે માટે રાજકોટ જઈ રહેલ ઇન્કમટેક્સની ટીમને નડ્યો ગંભીર માર્ગ અકસ્માત- આટલા અધિકારોઓ થયા…

સમગ્ર રાજ્યમાં માર્ગ  અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ રાજ્યમાંથી આવી…

સમગ્ર રાજ્યમાં માર્ગ  અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ રાજ્યમાંથી આવી જ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલ ટીમના વાહનનો સુરેન્દ્રનગરના સોમાસર નજીક અકસ્માત સર્જાતાં 11 કર્મચારીને ગંભીર ઈજા પહોંચી છે.

ઘાયલ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે, જ્યાંથી કેટલાક કર્મચારીઓને આગળની સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે. ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતાં વાહન ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે, વહેલી સવારમાં અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના સોમાસર નજીક ગાડીના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતાં ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર કુલ 6 મહિલા સહિત 11 કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મહિલાઓ સહિતના બધા જ ઇજાગ્રસ્ત ઇન્કમટેક્સ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઘટનાની જાણ થતાંની સાથે જ લોકોનાં ટોળેટોળાં ભેગા થઈ ગયા હતાં.

આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ સુરેન્દ્રનગરની પોલીસ ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવા માટે મદદ હાથ ધરવાની સાથે ટ્રાફિકજામ દૂર કરીને ટ્રાફિક પુન: ધમધમતો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *