મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતોની પ્રથમ માસિક પૂણ્યતિથિએ યોજાશે 11 કુંડી ગાયત્રી હવન

મોરબી(Morbi): ગત મહીને એટલે કે 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી(Machhu river) પર રાહદારી પુલ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછાં 141 લોકોનાં મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે આગામી 30 નવેમ્બરના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે 30 નવેમ્બરના રોજ મોરબીમાં 11 કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ દ્વારા ઝૂલતા પુલના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એવન્યુ પાર્ક શેરી નં. ૩ના સાર્વજનિક પ્લોટ ખાતે 11 કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, આ ગાયત્રી હવન સવારે 9 થી 10-30 વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાંકાનેરના સહયોગથી યોજાશે. આ સમયે મોરબીની ધર્મપ્રેમી જનતાને યજ્ઞના દર્શન કરવા અને યજ્ઞમાં આહુતિ આપી મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો અથવા મોરબીની પ્રજામાંથી કોઈપણ વ્યક્તિ હવનમાં બેસવા માંગતા હોય તો યજ્ઞના આયોજકોને મો.નં. 98798 24169 પર સંપર્ક કરવા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *