દીકરો પણ ખરો કપૂત નીકળ્યો, પિતાને જ કહ્યું- 10 કરોડ રૂપિયા આપો નહીંતર તમારી અભદ્ર તસવીરો…

ઉત્તરપ્રદેશ રાજ્યનાં ગાઝિયાબાદ જિલ્લામાં 11 વર્ષનાં બાળક દ્વારા એક ગુનો કરવામાં આવ્યો છે જેને સાંભળીને તમને લોકોને નવાઈ લાગશે. આ બાળક દ્વારા યુ-ટ્યુબ પરથી હેકિંગ…

ઉત્તરપ્રદેશ રાજ્યનાં ગાઝિયાબાદ જિલ્લામાં 11 વર્ષનાં બાળક દ્વારા એક ગુનો કરવામાં આવ્યો છે જેને સાંભળીને તમને લોકોને નવાઈ લાગશે. આ બાળક દ્વારા યુ-ટ્યુબ પરથી હેકિંગ શીખીને એનાં જ પિતા પાસે 10 કરોડ રૂપિયાની માંગણી કરવાનો એક ઇમેઇલ મોકલવામાં આવ્યો. પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું કે, જે IP સરનામા પરથી ઇમેઇલ મોકલ્યો હતો તે પીડિતનાં પિતાનાં ઘરનો જ હતો. એક સપ્તાહ અગાઉ ગાઝિયાબાદની એક વ્યક્તિને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો.

એવું લખ્યું હતું કે, જો તમે 10 કરોડ રૂપિયા ચૂકવશો નહીં, તો અમે તમારા અશ્લીલ ફોટાને જાહેર કરી દેશું. તમને તેમજ તમારા પરિવારને પણ મારી નાખીશ. ઇમેલમાં દાવો કર્યો હતો કે, આ ઇમેઇલ હેકર્સનાં એક ગૃપ દ્વારા મોકલવામાં આવ્યો છે. પીડિત ગાઝિયાબાદની વસુંધરા કોલોનીમાં રહે છે. ધમકીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો તમે 10 કરોડ નહીં આપો તો તમારા અભદ્ર ફોટો તેમજ ઘરનાં સભ્યોની વ્યક્તિગત વિગતો પણ ઇન્ટરનેટ પર વાયરલ કરી દઈશ.ત્યાર બાદ પીડિત વ્યક્તિ પોલીસ પાસે પહોંચી ગયો હતો.

આ વ્યક્તિ દ્વારા જણાવ્યું કે, પહેલી જાન્યુઆરીમાં આઈડી હેક કરી છે. હેકરો દ્વારા એની ઇમેઇલ IDનો પાસવર્ડ બદલી નાંખ્યો. અને મોબાઈલ નંબરથી કોઇ પ્રકારનાં ચેડા કર્યા છે. આ બાદ તેને 10 કરોડ આપવા માટે ધમકીભર્યો ઇમેઇલ મોકલ્યો હતો. પોલીસને આપવામાં આવેલ ફરિયાદમાં પીડિતે લખવામાં આવ્યું છે કે, હેકર્સ એનાં રોજિંદા જીવન પર નજર રાખે છે. મને તેમજ મારા પરિવારને સતત પરેશાન કરે છે. આ બાદ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ ચાલુ કરવામાં આવી હતી.

જ્યારે પોલીસનાં સાયબર સેલ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી તેમજ ઇમેઇલ મોકલનારનું IP એડ્રેસ શોધ્યું તે સમયે બધા ચકિત રહી ગયા. ધમકીભર્યા ઇમેઇલ પીડિતનાં ઘરનું જ IP સરનામાંથી મોકલ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા પીડિતનાં 11 વર્ષનાં પુત્રની પૂછપરછ કરવામાં આવી તે સમયે તેણે તેનો ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. હવે પોલીસ તપાસ કરે છે કે, 11 વર્ષીય છોકરાએ આવો ગુનો કેમ કર્યો.

આ બાળકને અમુક દિવસો અગાઉ કમ્પ્યુટર ઓનલાઇન ક્લાસમાં સાયબર ક્રાઇમ અંગે શીખવ્યું હતું. અને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું તે પણ જણાવ્યું હતું. આ બાદ બાળક દ્વારા યુટ્યુબ પર હેકિંગ સાથે જોડાયેલ કેટલાક વીડિયોઝ જોવામાં આવ્યા. ત્યાર બાદ બાળક દ્વારા એનાં પિતાની ઇમેઇલ આઈડી હેક કરવામાં આવી. તેમજ અલગ અલગ ઇમેઇલ આઈડીની સાથે ધમકીભર્યા ઇમેઇલ્સ મોકલવાનું ચાલુ કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *