સુરસાગર તળાવ જે વડોદરા શહેરના મધ્યમાં આવેલું છે તેમાં 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું કામ પૂર્ણ થઇ ગયું હતું. સુવર્ણ જડિત મહાદેવની પ્રતિમાને આવનારી મહાશિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે. હાલ મહાદેવની પ્રતિમાને સફેદ કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું.
પરંતુ સુસવાટા મારતા પવન બે દિવસથી ફુકાય રહ્યો હતો. સુસવાટા મારતા પવનના કારણે કપડું ફાટી ગયું અને તેથી શિવજીનો મુખારવિંદ સહિતનો કેટલોક ભાગ દેખાવા લાગ્યો હતો. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના વીડિયો સુરસાગર પાસેથી પસાર થતા લોકોએ ઉતાર્યા હતા.
સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સુવર્ણ ઢોળ ચઢાવવાનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું. તળાવને સ્વચ્છ કરવાનું કામ પહેલા કરાયું, ત્યાર બાદ ફાઉન્ડેશન અને સત્યમ, શિવમ, સુંદરમ ગ્રુપ દ્વારા પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ લેવાયો હતો.
કામ પૂર્ણ થયા બાદ મૂર્તિને સફેદ કાપડથી ઢાંકી દેવામાં આવી હતી. આયોજન પ્રમાણે પ્રતિમા હાશિવરાત્રિના દિવસે ખુલ્લી મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મૂર્તિ પર લગાવવામાં આવેલું કપડું ફાટી જતાં પ્રતિમાનો મોઢા સહિતનો સુવર્ણ જડિત ભાગ દેખાઈ રહ્યો છે.
પરંપરાગત રીતે આગામી મહાશિવરાત્રિના દિવસે સુવર્ણ જડિત શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે. અને ત્યારે આ સુવર્ણજડિત પ્રતિમાનાં દર્શન કરી શકશે. સર્વેશ્વર મહાદેવની આ પ્રતિમાને 7.50 કરોડ રૂપિયાનું 16 કિલો જેટલું સોનું ચઢાવવામાં આવ્યું છે. દેશમાં સૌ પ્રથમ વડોદરામાં 111 ફૂટની શિવજીની પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.