મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન OBC અનામત મુદ્દે સ્પીકરની ખુરશી પર બેઠેલા ભાસ્કર જાધવની સાથે ગેરવતર્ણૂંક કરવાના આરોપમાં ભારતીય જનતા પાર્ટીના ૧૨ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.+
કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે આક્ષેપ કર્યો છે કે જયારે ગૃહ સ્થગિત થયું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતા મારી ઓફિસમાં આવ્યા હતા અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલ અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મને ગાળો કાપિ હતી. કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે સાંસદના મંત્રીઓને આ મુદ્દે તપાસ હાથ ધરવાનું કહ્યું હતું.
સાથે વિપક્ષના નેતાએ પણ આરોપ લગાવતા કહ્યું છે કે કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે વિપક્ષી પાર્ટીના પક્ષના નેતાઓને ગાળો આપી હતી. બે દિવસ સુધી ચાલનાર ચોમાસું સત્રના પ્રથમ દિવસે OBC અનામતના મુદ્દે વિપક્ષે ગૃહમાં બબાલ મચાવી હતી. સાથે વિપક્ષનો આરોપ છે કે, કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે ગૃહમાં પોતાની વાતને રજુ કરવા માટે પુરતો સમય નહોતો આપ્યો અને વિપક્ષે આ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
વિધાનસભામાં સોમવારના રોજ એક પ્રસ્તાવ જાહેર કર્યો હતો જેમાં કેન્દ્રને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો હતો કે જેને લીધે રાજ્ય પછાત વર્ગ આયોગને OBC વસ્તીનો દેતા તૈયાર કરવામાં સક્ષમ બનાવી શકાય જેને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અનામતને લાગુ કરી શકાય.
નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા અને રાજ્યના ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ મંત્રી છગન ભુજબલે રજૂ કરેલા પ્રસ્તાવને ભાજપના સભ્યોના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર કરી દેવાયો હતો અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સભ્ય વેલમાં ઘસડી આવ્યા હતા. રાજ્ય સરકાર વિરુધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પ્રસ્તાવ રાજનીતિથી પ્રેરણારૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.