ઘોર બેદરકારી: પોલિયોના ડ્રોપને બદલે 12 જેટલા બાળકોને સેનેટાઈઝર પીવડાવી દેતા…

બાળકોને પોલીયાનાં બે ટીપાં ખુબ જરૂરી છે. મહારાષ્ટ્રમાં આવેલ યવતમાલમાં ઓફિસરોની લાપરવાહીના મોટો મામલો સામે આવી રહ્યો છે. અહીં એક ગામના 12 જેટલા બાળકોને પોલિયોની…

બાળકોને પોલીયાનાં બે ટીપાં ખુબ જરૂરી છે. મહારાષ્ટ્રમાં આવેલ યવતમાલમાં ઓફિસરોની લાપરવાહીના મોટો મામલો સામે આવી રહ્યો છે. અહીં એક ગામના 12 જેટલા બાળકોને પોલિયોની રસીને બદલે 2-2 ડ્રોપ સેનેટાઈઝરના પિવડાવી દેવામાં આવ્યા હતાં. ત્યારપછી 12 જેટલા નાના બાળકોની તબિયત ખરાબ થઈ છે.

બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા:
બાળકોને આદસ્ર તરીકે ઉલ્ટી થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારપછી તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો સામે આવતાંની સાથે જ જિલ્લાધિકારી દ્વારા સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

તમામ બાળકોની સ્થિતિ સ્થિર :
યવતમાલ જિલ્લા પરિષદના CEO શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું હતું કે, 5 વર્ષથી ઓછી ઉંમરના 12 જેટલા બાળકો પોલિયોના ડ્રોપને બદલે સેનેટાઈઝરના 2 ડ્રોપ આપી દેવામાં આવ્યા હતાં. બાળકોને ઉલ્ટી તથા બેચેનીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આની સાથે જ જે બાળકોને સેનેટાઈઝરના ડ્રોપ આપવામાં આવ્યા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બાળકોની સ્થિતિ ખુબ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે.

3 સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા :
તેમણે કહ્યું હતું કે, પ્રારંભિક સૂચના પ્રમાણે ઘટના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર એક ડોક્ટર, એક આંગણવાડી મહિલા તથા એક આશા વર્કર હાજર રહ્યાં હતા. તપાસ શરુ કરી દેવામાં આવી છે તથા 3 સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *