12 Commerce Result surat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Commerce Result Exam)ની પરીક્ષાનું આજે પરિણામ (GSEB 12th commerce result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું પરિણામ નોંધાઈ છે.
ગયા વર્ષે 86.91 % રિઝલ્ટ (GSEB 12th Result Declared) હતું. માર્ચ મહિનામાં આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર 792 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. ત્યારે સુરતમાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.
12 Commerce Result PP Sawani School Surat
આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ-12 H.S.C. (સામાન્ય પ્રવાહ) ના જાહેર થયેલ પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલના 09 વિધાર્થીઓએ A1 ગ્રેડ અને 74 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે.
આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી તથા મંત્રી હર્ષદભાઈ રાજ્યગુરૂ દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસમાં ખૂબ સારી એવી સફળતાઓ મેળવી તેમના સપનાઓ સાકાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
પ્રજાપતિ પ્રગતિ દિપકભાઈ(Prajapati Pragati Deepakbhai)
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રજાપતિ પ્રગતિ દિપકભાઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 712/750 માર્કસ મેળવી A1 ગ્રેડ અને 94.93 % સાથે સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. આમ શાળાના સહકાર અને પ્રગતિ ની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે પ્રગતિને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મૂળ અમરેલી જિલ્લાના વણોટ ગામના રહેવાસી પ્રજાપતિ પ્રગતિ દિપકભાઈ હાલમાં સુરત ખાતે એ.કે. રોડ પર ધરમ નગરમાં વસવાટ કરે છે. પ્રગતિના પિતા વ્યવસાયે LIC એજન્ટનું કામ કરી રહ્યા છે. જયારે માતા ગૃહિણી છે. તેમજ નાનો ભાઈ પી. પી. સવાણી સ્કુલમાં જ ધોરણ 9 માં અભ્યાસ કરે છે. પ્રગતિનું સપનું CA બનવાનું છે.
આ સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ:
જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામનો જિલ્લો કચ્છ- 84.59 ટકા, સૌથી ઓછા પરિણામનો જિલ્લો દાહોદ 54.67 ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા- 36.28, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ, વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા, વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા, વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ, 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા- 44, દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા- 3097, 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા- 638 અને ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી- 33.86 ટકા નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.