મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળતો હતો પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ 41,906 થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ 7828 થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 220 લોકોના મૃત્યુ થયા છે.
સુરતમાં કોરોના વાયરસનો પ્રકોપ અમદાવાદ કરતા પણ વધી રહ્યો છે. કદાચ આ પરિસ્થિતિને પહોચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news