અયોધ્યા: હાલમાં અયોધ્યાના ગુપ્તાર ઘાટમાં એક જ પરિવારના 12 લોકોના ડૂબી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ પરિવાર સરયુ નદીમાં નહાવા આવ્યો હતો. ત્યારે આ ઘટના બની અને 12 લોકો ડૂબી ગયા. ત્રણ લોકોનો બચાવ થયો છે, જ્યારે છ લોકોનાં મોત નીપજ્યાં છે.
જાણવા મળ્યું છે કે, આ પરિવાર આગ્રાનો છે. જે સરતુમાં સ્નાન કરવા ગુપ્તાર ઘાટ પર આવ્યો હતો. પરંતુ, ત્યાં પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે કેટલાક લોકો ડૂબી ગયા અને પછી બીજા લોકો તેમને બચાવવા જતા ડૂબી ગયા હતા. મળતી માહિતી મુજબ, સરિયુમાં એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા હતા અને બચાવ ટીમે ત્રણ લોકોને બચાવ્યા છે. પરંતુ, છ લોકોનાં મોત નીપજ્યાં છે અને ત્રણ ગુમ હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોએ બુમો સાંભળી ત્યારે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને રેસ્ક્યુ ટીમ પણ સમય બગાડ્યા વિના ત્યાં પહોંચી ગઈ હતી. સમયસર બચાવ શરૂ કરીને દરેકને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હાલ ગુપ્તાર ઘાટ પર પોલીસનો મોટો જમાવડો છે અને જરૂર પડે તો એનડીએએફની ટીમ પણ બોલાવી શકાય છે.
જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ સતીષ, નમન અને અશોક છે. જેની શોધ કરવામાં આવી રહી છે, તેમના નામ સતિષની પત્ની આરતી (35), પુત્રી પ્રિયાંશી (16), અશોકનો પુત્ર લલિત, બીજો પુત્ર પંકજ, અશોકની પત્ની રાજકુમારી, પુત્રી ગૌરી, પુત્રી જુલી, 7 વર્ષનો પૌત્ર ધૈર્ય અને તેના સિવાય 20 વર્ષીય શ્રુતિ, 16 વર્ષિય સાર્થક, 35 વર્ષિય સીતા અને સીતાની 4 વર્ષની પુત્રી દ્રષ્ટિનો સમાવેશ થાય છે.
રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવવામાં આવેલ સચિને આ ઘટનાની વિગતવાર માહિતી આપી છે. તેણે જણાવ્યું કે, પરિવારના સભ્યો એક પછી એક ડૂબતા રહ્યા. તે જ સમયે, ત્રણ લોકો બચી ગયા કારણ કે એક સ્થાનિકે તેનો હાથ પકડી રાખ્યો હતો, જેના કારણે તેઓ બચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.