ગુજરાતમાં જુલાઈની આ તારીખથી શરૂ થશે શાળા કોલેજો, સીએમ વિજય રૂપાણીની મોટી જાહેરાત

રાજ્યમાં ગુરૂવાર તા.૧પ જુલાઇથી ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧ર – ઉચ્ચશિક્ષણ અને ટેકનીકલ કોલેજ-શિક્ષણ સંસ્થાઓ પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરાશે. વાલીઓની સંમતિ મેળવીને વર્ગો શરૂ થશે…

રાજ્યમાં ગુરૂવાર તા.૧પ જુલાઇથી ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧ર – ઉચ્ચશિક્ષણ અને ટેકનીકલ કોલેજ-શિક્ષણ સંસ્થાઓ પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરાશે. વાલીઓની સંમતિ મેળવીને વર્ગો શરૂ થશે – વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોર કમિટીની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.

કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-૧ર ઉચ્ચત્તર માધ્યમીકની ૮૩૩૩ શાળાઓના ૬ લાખ ૮ર હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ ૧૬૦૯ ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં ૮ લાખ ૮પ હજાર ર૦૬ વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનીક કોલેજ મળીને કુલ ૪૮૯ ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં ર લાખ ૭૮ હજાર ૮૪પ વિદ્યાર્થીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *