ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના પડઘમ વાગી ચુક્યા છે અને ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ(BJP) વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ(Madhu Srivastava), દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલ(CR Patil) દ્વારા આપવામાં આવી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19 લોકોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ભાજપે વધુ 12 બળવાખોરોને કર્યા સસ્પેન્ડ:
ભાજપ વિરુદ્ધ ગયેલા દિનુ પટેલ, મધુ શ્રીવાસ્તવ, ઉદય શાહ સસ્પેન્ડ, કુલદિપસિંહ રાઉલ, રમેશ ઝાલા સસ્પેન્ડ, રામસિંહ ઠાકોર, માવજી દેસાઈ સસ્પેન્ડ, લેબજી ઠાકોર, એસએમ ખાંટ સસ્પેન્ડ, ખતુભાઈ પગીને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.