હજુ તો દુનિયાદારી જોઈ ન હતી ને સુરતમાં આ માસુમે ફાંસો ખાઈને કરી લીધો આપઘાત- પરિવારે ગુમાવ્યો કુળદીપક

સુરત (ગુજરાત): શહેર (City) ના પાંડેસરા વિસ્તાર (Pandesara Area) માં આવેલ રણછોડનગર (Ranchodnagar) માં ફક્ત 12 વર્ષીય વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો હતો. જેને લીધે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આપને જણાવી દઈએ કે, મૃતક પાર્થ હજુ ધોરણ-8નો વિદ્યાર્થી હતો.

શુક્રવારનાં રોજ શાળાએથી આવ્યા પછી ભોજન કરીને પિતાની સાથે સૂવા માટે ગયો ત્યારે થોડીવાર બાદ કુદરતી હાજતે જવાનું જણાવીને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો તેમજ ત્યારબાદ આપઘાત કરી લીધેલ હાલતમાં મળી આવ્યો હતો.

પરિવાર આપઘાતના કારણથી સાવ અજાણ:
મૃતક પાર્થના પિતા રામભાન શાહુ જણાવે છે કે, આપઘાતનું કોઈ કારણ જ જાણવા મળ્યું નથી, મને સૂવડાવીને કુદરતી હાજતે ગયેલ દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલ હાલતમાં હોવાનું સાંજે 4 વાગે ખબર પડતા દીકરાની માતા પુત્રને જોઈ હેબતાઈ ગઈ હતી. આની સાથે જ બૂમાબૂમ કરતાં હું પહોંચ્યો તો દીકરો લટકી રહ્યો હતો.

પાડોશીઓ પહોંચ્યા:
દીકરાએ આત્મહત્યા કરી લીધાની જાણ થતાંની સાથે જ પરિવારની રોકકળ સાંભળીને આજુબાજુમાં રહેતા લોકોપહોંચી ગયા હતા. બાળકે આપઘાત કરી લીધા અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક બાળકના પિતા રામભાન શાહુ કરિયાણાના વેપારી હોવાનું તેમજ યુપી બાંદ્રાના વતની હોવાનું જાણવા મળ્યું હતું. 4 સંતાનમાં 2 દીકરા તથા 2 દીકરી પૈકી પાર્થ બીજા નંબરનો દીકરો હતો.

આપઘાતના બનાવોમાં સમગ્ર રાજ્યમાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રોજને રોજ કોઈને કોઈ વ્યક્તિ કોઇને કોઇ કારણોસર આપઘાતનું પગલું ભરી લેતો હોય છે. જેને લીધે સમગ્ર પંથક તેમજ પરિવારજનો શોકમાં સરી પડતા હોય છે. હજુ તો આ બાળક દુનિયાદારી સમજે એના પહેલા જ આપઘાતનું ખોટું પગલું ભરી લીધું છે. સતત વધતી જતી આવી ઘટનાઓને લીધે મોટાભાગના બાળકોમાં આપઘાત કરવાના વિચાર આવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *