ગુજરાત: ગઈકાલે દેશમાં દશેરા (Dussehra) એટલે કે, વિજયાદશમી (Vijayadashami) ના તહેવારના દિવસે કેટલાક લોકો વાહનોની ખરીદી કરતાં હોય છે ત્યારે આજના દિવસે ડિલિવરી મળે તેવું પણ ઇચ્છતા હોય છે. વડોદરામાં (Vadodara) આ દિવસનું ખાસ મહત્વ રહેલું છે તેમજ આ દિવસે વાહનોની ખરીદી પણ ખુબ સારી રહે છે. આજનાં દિવસે 1500 કાર તેમજ 5500 ટુ-વ્હીલરનું વેચાણ થયું છે.
125 કરોડ વાહનો વેચાયા:
ઇન્ચાર્જ RTO એ.એમ.પટેલ જણાવે છે કે, આજે ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર તેમજ કોમર્શિયલ સહિત 125 કરોડ વાહનોનું વેચાણ થયું છે કે, જેમાં 5500 ટુ વ્હીલર તેમજ 1500 ફોર વ્હીલર સામેલ છે. આની ઉપરાંત આઠમ તથા આજે દશેરાએ મળીને કુલ 2,000 ટુ-વ્હીલરની ડિલીવરી થઇ છે. વર્ષ 2019 ની તુલનાને આ વર્ષે વાહનના વેચાણમાં 10%નો વધારો નોંધાયો છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની કોઇ અસર નહીં:
હાલમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ચુક્યો છે, એમ છતાં વડોદરા શહેરમાં આજે રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ થયું છે. આમ, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનોના વેચાણમાં કોઇ અસર જોવા મળી નથી એવું પણ કહી શકાય તેમજ લોકો મંદીનો પણ સામનો નથી કરી રહ્યા.
વાહનોનું વેઇટીંગ ચાલે છે:
કાર તથા સ્કૂટરમાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે. આ વર્ષ દરમિયાન નવરાત્રિ તથા દશેરામાં વેચાણની હાલત ગત વર્ષની તુલનાએ ખૂબ સારી રહી છે. લોકો વાહનો ખરીદવા આગળ આવી રહ્યા છે તેમજ વાહનોની માંગમાં વધારો થયો છે, જયારે ઉત્પાદન ખૂબ ઓછું થવાને કારણે લોકોને ડિલિવરી મેળવવા માટે રાહ જોવી પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.