જો આપને હૉરર ફિલ્મો (Horror Movie) જોવી ગમતી હોય તો તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ‘ફાઇનાન્સ બઝ’ કંપની (Finance Buzz Company) 13 હૉરર ફિલ્મ જોનાર વ્યક્તિને રિટર્નમાં 1 લાખ રૂપિયા હશે. આ વાત સૌપ્રથમવારમાં તો માનવામાં આવે એવી નથી પણ ઓફર સાચી છે.
કેટલાક લોકોને હોરર ફિલ્મો જોતા ડર લાગતો હોય છે જયારે કેટલાક લોકો ભય રાખ્યા વિના સતત 2 કે 3 ફિલ્મો જોઈ લેતા હોય છે ત્યારે હાલમાં હોરર ફિલ્મો પસંદ હોય એવા લોકો માટે ખુબ આનંદની વાત છે કે, આ સ્પર્ધામાંથી આવા લોકોને ખુબ કમાણી થશે.
9 દિવસના કામનાં લાખ રૂપિયા:
‘ફાઇનાન્સ બઝ’ કંપની હૉરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટ શોધી રહી છે. આ ટાસ્ક પૂર્ણ કરનારને કંપની કુલ 1,300 ડોલર એટલે કે, 1 લાખ રૂપિયા આપવામાં આવશે. મૂવી જોતી વખતે દર્શકોની ‘હાર્ટ રેટ‘ ચેક કરવા માટે કંપની આ રીતે એનાલિસિસ કરી રહી છે. પસંદગી પામેલ કેન્ડિડેટ્સને 9 થી 18 ઓક્ટોબર દરમિયાન 13 ફિલ્મો જોવાની રહેશે.
આ હૉરર ફિલ્મ જોવી પડશે:
કંપની દ્વારા પસંદગી પામેલ લોકોને હૉરર મૂવીમાં ‘સ્પાઈરલ: સૉ’, ‘એમિટિવિલ હૉરર’, ‘અ ક્વાઈટ પ્લેસ’, ‘અ ક્વાઈટ પ્લેસ 2’, ‘કેન્ડિમેન’, ‘ઈંસિડિયસ’, ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’, ‘સિનિસ્ટર’, ‘ગેટ આઉટ’, ‘ધ પર્જ’, ‘હેલોવિન(2018)’, ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ તથા ‘એનાબેલ’ નો સમાવેશ થાય છે.
કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી:
આ પોસ્ટ માટે અપ્લાય કરનાર કેન્ડિડેટ્સની ઉંમર ફરજીયાતપણે 18 વર્ષમ હોવી જોઈએ. અપ્લાય કરવાનો અંતીમ દિવસ 26 સપ્ટેમ્બર છે. વધુ માહિતી માટે આપને જણાવી દઈએ કે, 1 ઓક્ટોબરના રોજ સિલેક્ટેડ કેન્ડિડેટ્સનું નામ જાહેર કરવામાં આવશે.
આવા મહામારીના સમયમાં આ કંપની લોકોને ખુબ સારી એવી તક આપી રહી છે. આ તક ઝડપી લેવા માટે કેટલાક લોકોએ પોતાના નામ પણ લખાવી નાંખ્યા છે. જો તમને પણ આ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા હોય તો તમે પણ અહીં તમારું નામ નોંધાવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.