14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી- જાડેજાનું સેટલમેન્ટ કે લાચારી?

ગુજરાત વિધાનસભામાં હાલમાં કોગ્રેસ સરકારને લગભગ દરેક મુદ્દાઓ ઉપર ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આજરોજ એટલે કે, 3 માર્ચના રોજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું. ગેરકાયદેસર ખાણો ખોડી કાઢવી, દંડ કરવો અને ખનિજ માફિયાઓ પકડાયા છતાં પોલીસ કેસો કેમ ન કરાયા તે અંગેના પ્રશ્નોની સંકલિત માહિતી કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાઈ છે.

છેલ્લા 2 વર્ષમાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખનના 14002 કિસ્સામાં રૂ.610 કરોડની ખનીજ ચોરીનો દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં આ 14 હજાર માફિયાઓએ માત્ર રૂપિયા 181 કરોડનો જ દંડ ભર્યો હતો. જે માત્ર 30 ટકા થાય છે. 70 ટકા દંડ ન ભરીને ભાજપના નેતાઓને માફિયાઓ પડકારી રહ્યાં છે. ભાજપના નેતાઓ તેમને છાવરે છે એવું તેના પરથી સ્પષ્ટ થયું છે.

ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને બંધ કરવા માટે રેઈડ કરીને કે ચેકીંગ કરીને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. 14 હજાર ખનિજ માફિયાઓમાંથી માત્ર 12 સામે જ પોલીસ ફરિયાદ રૂપાણી અને તેના આસીસ્ટંટ પ્રધાન પ્રદીપ જાજેડાએ થવા દીધી છે.

ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને ડામવા માટે દરોડા પાડીને કે તપાસ કરીને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. 14 હજાર ખનિજ માફિયાઓમાંથી માત્ર 12 સામે જ પોલીસ ફરિયાદ રૂપાણી અને તેના આસીસ્ટંટ પ્રધાન પ્રદીપ જાજેડાએ થવા દીધી છે.

દરોડા પાડીને પકડવામાં આવેલ 14 હજાર ખનિજ માફીયાઓ દંડની રકમ ભરપાઈ ન કરતાં હોવા છતાં માઈન્સ એન્ડ મીનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ તેમજ ગુજરાત મીનરલ્સ (પ્રીવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017 મુજબ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની હોય છે. આ સુધારો રૂપાણીની સરકાર વખતે જ કડક જોગવાઈ કરીને કરાયો હતો. તેઓ જ તેનો ભંગ કરી રહ્યાં છે.

એવું માનવામાં આવે છે કે, ચોરી પકડાઈ છે તે માત્ર 1 ટકો છે. 99 ટકા ચોરી પકડાતી નથી. જામનગરના જામજોધપૂરમાં રૂપિયા 5 હજાર કરોડની ખનિજ ચોરી થઈ છે. જેની કોઈ નોંધ પણ નથી. આ હિસાબે રૂ.6 હજાર કરોડની ખનિજ ચોરી રાજકીય સાંઠગાંઠના કારણે થઈ રહી છે. ગુજરાતના નાગરિકોની કુદરતી સંપત્તિ ભાજપના રાજમાં લૂંટાઈ રહી છે.

ગેરકાયદેસર ખનન, દંડ અને પોલીસ કેસોની સંખ્‍યા અંગેના પ્રશ્નોની સંકલિત માહિતી:

ખેડામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૧૮૨ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૬૯૫.૫૦ અને વસુલેલ દંડની રકમ ૨૬૧.૩૧ જયારે થયેલ પોલીસ કેસો ૦, મહીસાગરમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૧૪૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૧૩૩.૦૪ અને વસુલેલ દંડની રકમ ૧૩૩.૦૪ જયારે થયેલ પોલીસ કેસો ૦, મોરબીમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૪૬૫ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૪૨૪.૨૫અને વસુલેલ દંડની રકમ ૯૪૭.૫૩ જયારે થયેલ પોલીસ કેસો ૦, રાજકોટમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૫૩૭ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૧૪૪૨.૪૦અને વસુલેલ દંડની રકમ ૭૨૯.૮૭ જયારે થયેલ પોલીસ કેસો ૯, જુનાગઢમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૩૭૩ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૧૧૨૮.૬૬અને વસુલેલ દંડની રકમ ૩૬૯.૪૨ જયારે થયેલ પોલીસ કેસો ૦, પોરબંદરમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૪૩ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૭૦૫૩.૯૨અને વસુલેલ દંડની રકમ ૧૮૩.૮૪ જયારે થયેલ પોલીસ કેસો ૦.

ગીર-સોમનાથમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૪૬૭ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૯૪૧.૪૪અને વસુલેલ દંડની રકમ ૨૩૨.૮૯ જયારે થયેલ પોલીસ કેસો ૦, અમરેલીમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૫૩૪ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૫૭૩.૨૬ અને વસુલેલ દંડની રકમ ૩૮૫.૮૦ જયારે થયેલ પોલીસ કેસો ૦, નર્મદામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૩૦૪ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૪૪૨.૯૬અને વસુલેલ દંડની રકમ ૪૪૨.૯૬ જયારે થયેલ પોલીસ કેસો ૦, છોટાઉદેપુરમાં ગેરકાયજયારે થયેલ પોલીસ કેસો દેસર ખનનના કિસ્‍સા ૧૦૩૪ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૬૭૩.૯૩અને વસુલેલ દંડની રકમ ૧૬૪૧.૨૫ ૦, બનાસકાંઠામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૭૫૦ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૩૫૧.૫૯ અને વસુલેલ દંડની રકમ ૯૬૨.૦૩જયારે થયેલ પોલીસ કેસો ૦, કચ્‍છમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૬૬૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૩૬૯૨.૩૨ અને વસુલેલ દંડની રકમ ૧૩૧૧.૯૫ જયારે થયેલ પોલીસ કેસો ૦.

પાટણમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૩૨૩ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૬૧૨.૯૬ અને વસુલેલ દંડની રકમ ૫૧૮.૩૫ જયારે થયેલ પોલીસ કેસો ૦, મહેસાણામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૭૫ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૮૩૦.૫૧ અને વસુલેલ દંડની રકમ ૪૪૫.૫૮ જયારે થયેલ પોલીસ કેસો ૧, જામનગરમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૭૮ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૪૧૦.૧૪ અને વસુલેલ દંડની રકમ ૩૩૨.૧૯ જયારે થયેલ પોલીસ કેસો ૧, દેવભુમિ-દ્વારકામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૪૧૭ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૭૮૪૧.૮૦ અને વસુલેલ દંડની રકમ ૪૨૪.૨૭ જયારે થયેલ પોલીસ કેસો ૧, દાહોદમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૯૮ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૩૧૮.૮૮ અને વસુલેલ દંડની રકમ ૩૦૮.૩૫ જયારે થયેલ પોલીસ કેસો ૦, પંચમહાલમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૬૦૦ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૬૬૫૭.૯૨ અને વસુલેલ દંડની રકમ ૬૩૬.૩૩ જયારે થયેલ પોલીસ કેસો ૦, સુરેન્‍દ્રનગરમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૯૦૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૭૯૮૮.૪૭અને વસુલેલ દંડની રકમ ૧૪૭૧.૪૩ જયારે થયેલ પોલીસ કેસો ૦.

બોટાદમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૦૮ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૧૮૭.૬૯ અને વસુલેલ દંડની રકમ ૧૮૩.૯૦ જયારે થયેલ પોલીસ કેસો ૦, ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૬૮૪ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૫૪૬.૪૯અને વસુલેલ દંડની રકમ ૬૨૫.૩૮ જયારે થયેલ પોલીસ કેસો ૦, તાપીમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૩૨૩ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૬૦૧.૮૨ અને વસુલેલ દંડની રકમ ૫૧૨.૪૦ જયારે થયેલ પોલીસ કેસો ૦, નવસારીમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૩૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૩૧૫.૫૪ અને વસુલેલ દંડની રકમ ૩૧૫.૫૪ જયારે થયેલ પોલીસ કેસો ૦, અરવલ્લીમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૧૬૯ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૦૧.૦૦અને વસુલેલ દંડની રકમ ૧૭૯.૨૯ જયારે થયેલ પોલીસ કેસો ૦, સાબરકાંઠામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૭૦૨ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૯૬૦.૬૯અને વસુલેલ દંડની રકમ ૭૬૧.૮૯ જયારે થયેલ પોલીસ કેસો ૦.

આણંદમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૩૬૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૫૯૦.૨૨ અને વસુલેલ દંડની રકમ ૪૧૬.૨૨ જયારે થયેલ પોલીસ કેસો ૦, વડોદરામાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૬૩૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૪૪૩૯.૯૮અને વસુલેલ દંડની રકમ ૬૦૫.૨૭ જયારે થયેલ પોલીસ કેસો ૦, અમદાવાદમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૫૫૧ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૧૨૪૦.૪૭અને વસુલેલ દંડની રકમ ૧૦૦૨.૩૩ જયારે થયેલ પોલીસ કેસો ૦, ભાવનગરમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૩૨૬ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૧૦૧૫.૮૪ અને વસુલેલ દંડની રકમ ૩૨૦.૩૭ જયારે થયેલ પોલીસ કેસો ૦, ભરૂચમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૨૫૦ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૦૬૦.૭૪ અને વસુલેલ દંડની રકમ ૫૨૦.૮૭ જયારે થયેલ પોલીસ કેસો ૦.

ડાંગમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૪ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૫.૪૭અને વસુલેલ દંડની રકમ ૫.૪૭ જયારે થયેલ પોલીસ કેસો ૦, સુરતમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૫૭૫ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૪૯૯.૮૭અને વસુલેલ દંડની રકમ ૭૩૦.૩૨ જયારે થયેલ પોલીસ કેસો ૦, વલસાડમાં ગેરકાયદેસર ખનનના કિસ્‍સા ૧૭૪ અને તે અન્‍વયે કરવામાં આવેલ દંડની રકમ ૨૧૮.૧૭અને વસુલેલ દંડની રકમ ૧૯૪.૪૪ જયારે થયેલ પોલીસ કેસો ૦ આમ છેલ્લા 2 વર્ષમાં ગેરકાયદેસર ખનના ૧૪,૦૦૨ કિસ્સામાં રૂ.૬૧૦ કરોડ ૩૭ લાખની ખનીજ દંડની રકમ સામે માત્ર રૂ.૧૮૧ કરોડ ૧૨ લાખની જ વસુલાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *