ગુજરાત(Gujarat): સુરત(Surat)માં ઓનલાઈન ગેમ (Online game) રમવામાં 14 વર્ષના કિશોરનું કરુણ મોત નીપજ્યું હતું. ફ્રી ફાયર (Free fire) ગેમમાં હારજિતની વાત પર બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે કરાટે જાણતા એક મિત્રએ તેને તેના ભાઈ સાથે મળીને મૃતક કિશોરને માર માર્યો હતો અને યુવકનું મોત નીપજ્યું હતું.
મૃતક કિશોરની માતાએ પાંડેસરા પોલીસને ફરિયાદના નોધાવી છે. પોલીસે બંને ભાઈ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મળેલી માહિતી અનુસાર 17 ઓક્ટોબર 2022ના રોજ 14 વર્ષનો કિશોર લગભગ સવારે 10 વાગે તેના મિત્ર સાથે રમવા માટે ગયો હતો. ત્યારે ભીંડીબજાર રેશમાનગરમાં પાંચમાં માળે મિત્ર સાથે ઝપાઝપી થઇ હતી અને આ ઝપાઝપી બાદ તે બેભાન થઇ ગયો હતો.
ત્યારે તેના મામા તેને સારવાર માટે તરતજ નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ફરજ ઉપરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમનું કારણ પેન્ડિંગ હતું. પરંતુ કિશોરની માતારે પોલીસ સ્ટેશનમાં પુત્રના મોતનું કારણ તેના મિત્ર રાજા અને તેના ભાઈ દિલશાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મૃતક યુવકની માતા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, બંને વચ્ચે ફ્રી ફાયર ગેમમાં હારજિતની વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારે મૃતક યુવકને ગાળો આપી અને બંને ભાઈએ મળીને ઢીકા અને મુક્કાનો માર માર્યો હતો. એમ પણ કહ્યું કે, યુવકનું ગળું પકડીને માથામાં મુક્કો માર્યો હતો અને તેથી જ મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.