હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીઓ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડીઓમાં એ મહિલાએ તેના પુત્ર સાથે વિડીઓ અપલોડ કરી દાવો કર્યો છે કે, મહિલાની ઉંમર 25 વર્ષ છે અને તેનો પુત્ર 14 વર્ષનો છે. જે બાદ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ, મહિલાએ તેના જવાબો સાથે ઘણા યુઝર્સની બોલતી બંધ કરી દીધી છે. આ વાયરલ વીડિયોમાં તેણે પોતાના 14 વર્ષના પુત્રને ‘બોનસ સન'(Bonus Sun) કહ્યો છે. તેણે ટિકટોક (Tiktok) પર શેર કરેલા વિડિયોમાં તેણે કહ્યું કે તેને ‘યુવાન માતા’ બનવું ગમે છે. તે પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરે છે.
મળતી માહિતી અનુસાર આ મહિલાનું નામ કર્ટની લી હેવિટ છે. તેણે કહ્યું કે તેને ઓનલાઈન ટ્રોલ કરવામાં આવી કારણ કે તેની અને તેના પુત્રની ઉંમરમાં બહુ ઓછો તફાવત છે. કર્ટનીએ ટિકટોક પર શેર કરેલા વિડિયોમાં તે રેપ ગીત ગાતી જોવા મળે છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ‘જ્યારે તમે 25 વર્ષના થાઓ છો, ત્યારે તમારી પાસે 14 વર્ષનો ‘બોનસ પુત્ર’ છે. અમે સાથે મળીને પહેલો વીડિયો બનાવ્યો છે, તેનાથી હોબાળો મચી ગયો છે.’
ટિકટોક પર અત્યાર સુધીમાં 16 મિલિયનથી વધુ લોકો કોર્ટનીનો આ વીડિયો જોઈ ચૂક્યા છે. તેનો આ વીડિયો જોઈને ઘણા યુઝર્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા. આમ તો, બોનસનો અર્થ ‘સ્ટેપ-રિલેટિવ’ તરીકે પણ નીકળે છે. પરંતુ મહિલાએ સ્પષ્ટ નથી કર્યું કે આ તેનો સાવકો પુત્ર છે, તેથી યુઝર્સ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમજ કર્ટનીએ આ વીડિયોનો ફોલોઅપ વીડિયો પણ બનાવ્યો છે.
જો કર્ટની લી હેવિટનો આ વીડિયો ટિકટોક પર વાયરલ થયો છે, તો તેના પર ઘણા લોકોની ટિપ્પણીઓ પણ આવી રહી છે. યુઝર્સ પૂછી રહ્યા છે કે બોનસ સનનો અર્થ શું છે? એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘મને લાગ્યું કે આ તમારો અસલી પુત્ર હશે. જ્યારે તમે 11 વર્ષના હતા ત્યારે શું આ તમારી પાસે આવ્યું હતું? તે જ સમયે, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘મને આ ગણિત સમજાતું નથી, કૃપા કરીને કોઈ મને સમજાવો’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.