ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયા અધધ… બળાત્કાર અને આપઘાતના કેસ, આંકડો એટલો મોટો છે કે…

હાલ ગુજરાતમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. અને વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પુછવામાં આવેલાં સવાલોનાં જવાબો સરકાર આપી રહી છે. તેવામાં વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા બળાત્કાર, આપઘાત સહિતની ગુનાખોરીની ઘટનાઓ અંગે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આંકડાઓ ચોંકાવનારા છે. ગુજરાતમાં દરરોજ બળાત્કારની ચારથી વધુ ઘટનાઓ બને છે.

વિધાનસભામાં ગુજરાત સરકારે આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બળાત્કારના રોજના 4 કરતાં વધુ કેસો આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં દરરોજ 2 લૂંટ, 3 હત્યા અને 30 ચોરીની ઘટનાઓ બને છે. તેમજ રાજ્યમાં દરરોજ અપહરણની 7 ઘટનાઓ અને આપઘાતનાં 20 કિસ્સાઓ સામે આવે છે. આ દરમિયાન ગુજરાતમાં બે વર્ષમાં બળાત્કારની 3095 ઘટનાઓ બની છે.

બે વર્ષમાં હત્યાના પ્રયાસની 1853 ઘટના નોંધાઈ છે. જ્યારે બે વર્ષમાં રાયોટીંગના 2589 ગુનાઓ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. આકસ્મિક મૃત્યુના 27148, અપમૃત્યુના 41493 બનાવો નોંધાયા છે, રાજ્યમાં ખૂનની કોશિશના 18523 ઘટનાઓ નોંધાઇ છે. આ દરમિયાન પોલિસ વિભાગ દ્વારા તમામ ઘટનાઓમાં માત્ર 4043 આરોપીઓની જ ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *