અમદાવાદ બાદ આ જગ્યાએ ભાજપ જીત્યુ છતાં આમ આદમી પાર્ટીના નેતાને બનાવવો પડશે પંચાયતનો પ્રમુખ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો તમામ જગ્યાઓએ વિજય થયો છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ પણ સારો દેખાવ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો તમામ જગ્યાઓએ વિજય થયો છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ પણ સારો દેખાવ કર્યો છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલી વાર આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખ બને એવી સ્થિતી સર્જાઈ છે. આ અગાઉ અમદાવાદ જીલ્લા પંચાયતમાં પણ અનામત પ્રમુખ પદને કારણે ભાજપ પાસે જીલ્લા પંચાયત પ્રમુખનું પદ આવી નથી શક્યું.

જેસર આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાની જેસર તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીને બહુમતી મળી નથી પણ આ વખતે તાલુકા પંચાયતનું પ્રમુખપદ શીડ્યુલ્ડ કાસ્ટ (SC)ના સભ્ય માટે અનામત છે. જેસર તાલુકા પંચાયતમાં શીડ્યુલ્ડ કાસ્ટ (એસસી)ના એક માત્ર સભ્ય આમ આદમી પાર્ટી (આપ)ની ટિકિટ પરથી અતુલભાઈ ભીખાભાઈ નૈયારણ ચૂંટાયા હોવાથી તાલુકા પંચાયતનું પ્રમુખપદ આમ આદમી પાર્ટી (આપ)ના વિજેતા ઉમેદવારને મળશે. જેસર તાલુકા પંચાયમાં ભાજપના કુલ 12 સભ્યો છે. જ્યારે એક સભ્ય કોંગ્રેસના ચૂંટાયા છે.

આવી જ કઈક હાલત અમદાવાદમાં પણ થઇ છે જ્યાં લાભ કોંગ્રેસને મળવા જઈ રહ્યોછે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનશે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટી પદનું છે. ભાજપના કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા નથી જેને કારણે કોંગ્રેસના પારૂબેન પ્રમુખ બનશે.  કોંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર ભાજપના ઉમેદવાર હરાવી ચૂંટણી જીત્યા છે. આથી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને ૩૪ માથી ૩૦ બેઠક મળી છે.

જીત્યું ભાજપ પણ જીલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના નેતાને બનાવવા પડશે- જાણો શા માટે થયું આવું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *