મોટા સમાચાર: ગુજરાતના 17.65 લાખ પરિવારોને 100 યુનિટ વીજળી બિલ માફ કર્યું

થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે, 100 યુનિટ વીજળી બિલ માફ કરવામાં આવશે. અને સરકારે લીધેલો આ નિર્ણય નો હવે વીજ ગ્રાહકોને પણ લાભ મળી રહ્યો છે. PGVCL કચેરીએ મેનેજિંગ ડિરેક્ટર સ્વેતાએ તમામ સર્કલના ચીફ એન્જિનિયર સાથે બેઠક યોજી સરકારે નક્કી કરેલી 100 યુનિટ વીજળી બિલ નીતિ અંતર્ગત જીપીએસ સિસ્ટમ ના મશીનો થી બિલ આપવા આદેશ કરતા રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છના તમામ કાર્યક્ષેત્રમાં વીજળી બિલમાં રાહત આપવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ કાર્યક્ષેત્રમાં વીજળી બિલમાં રાહત અપાઇ ચૂકી છે આ કામગીરી 55 ટકા સુધી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યાર સુધી થયેલા 22.60 લાખ વીજ કનેકશન ના 17.45 લાખ વીજ ગ્રાહકો એવા નીકળ્યા છે કે તેઓએ લોકડાઉન દરમિયાન ઓછામાં ઓછો એટલે કે, 200 યુનિટ સુધીનો વીજ વપરાશ કર્યો હોય. આવા ગ્રાહકોને 100 યુનિટ સુધીના સ્લેબ મુજબ પીજીવીસીએલ એ એમના બિલમાં 60.29 કરોડ રૂપિયાની રાહત આપી દીધી છે.

પીજીવીસીએલના જનરલ મેનેજર એ.એસ. મલકાનના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણના કારણે બિલિંગ થયું ન હતું. ત્યાર પછી દરેક મીટર રીડરને તાલીમ આપી બિલિંગ શરૂ કર્યું હતું. પીજીવીસીએલમાં રાજકોટ શહેરમાં પાંચ લાખથી વધુ વીજ ગ્રાહકો છે અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 37 લાખ વીજ ગ્રાહકો છે. દરેક લોકોના મશીનમાં જ 100 યુનિટ માફ ની સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *