હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાની સૌથી વધારે ગંભીર સ્થિતિ એપ્રિલ વર્ષ 2020માં હતી પરંતુ હાલમાં હવે એનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. કારણ કે, અમદાવાદની સ્થિતિ હવે એનાથી પણ વધુ ખરાબ થઈ ગઈ છે.
અમદાવાદમાં સરકારી આંકડા મુજબ, દરરોજ 3 અથવા તો 4નાં જ મોત જોવા મળતાં હોય છે પણ તેની હકીકત જાણવા માટે સિવિલ હોસ્પિટલના કોવિડ ડેડબોડી વિભાગમાં કેવી સ્થિતિ છે તેમજ કેટલાં લોકોના મોત થાય છે એ અંગે જાણવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
12 કલાકમાં એક બાદ એક 17 ડેડબોડી નીકળી:
સવારના 7 વાગ્યાથી લઈને રાતના 7 વાગ્યા સુધી એક-બે નહીં પરંતુ 17 કોરોનાનાં મૃતદેહો બહાર આવ્યા હતાં. એક સમયે કોરોનાના મૃતદેહો કમ્પાઉન્ડમાં વેઈટિંગમાં સ્ટ્રેચરમાં મૂકવામાં આવતાં હતાં, જ્યારે બહાર સ્વજનો મૃતદેહ મેળવવા માટે રાહ જોઇને ઊભા હોય એવી સ્થિતિ હતી.
શહેરમાં કોરોનાથી મોતના આંકડા અતિગંભીર:
સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં હાલ દરરોજ નવો રેકોર્ડ કરી રહ્યો છે. એક બાજુ પોલીસ કડક કાર્યવાહી કરવાના આદેશ આપી રહી છે તો બીજી બાજુ કોરોનાનો ગ્રાફ ટોચ પર રહ્યો છે. અમદાવાદ તેમજ સુરતમાં જે રીતે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
જો એવી જ પરિસ્થિતિ જ રહી તો આગામી દિવસોમાં શહેરની બધી જ હોસ્પિટલ ભરચક થઈ જશે. હાલમાં કોરોનાને કાબૂમાં લેવા માટે તથા દર્દીઓની સારવાર કરવાં માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જયારે એની વિરુદ્ધમાં કોરોનાને લીધે થતાં મોતના આંકડા ખુબ ગંભીર રીતે સતત વધતાં જઈ રહ્યા છે.
એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર:
કોરોનાને લીધે હકીકતમાં કેટલાં મોત અમદાવાદમાં થાય છે એની માટે રાજ્યની સૌથી મોટી કોરોના કુલ 1,200 બેડ સિવિલમાં માત્ર 1 દિવસમાં 12 કલાકમાં જ 17 મૃતદેહો બહાર આવ્યા હતાં. આવાં સમયે મૃતકોનાં સ્વજનો જણાવતાં હતાં કે હજુ રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે તેમજ સવારે અમને કોલ આવ્યો કે, તમારા સ્વજનનું મોત થઈ ચૂકયું છે.
બીજી બાજુ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર એક જાય તેમજ બીજી તૈયાર હતી. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું. આની સાથે-સાથે દર્દીનાં સ્વજનો ત્યાં પહેરેલાં માસ્ક તેમજ ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે જોવા મળ્યા હતાં.
સ્મશાનમાં પણ વેઈટિંગ:
કુલ 1,200 બેડ હોસ્પિટલની પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી જ્યાં સતત સ્વજનો દુઃખી ચહેરે આવતાં હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક સાબિત થયું હતું. મૃતદેહ મળ્યા પછી સ્મશાન લઈ જાય અથવા તો એની સાથે તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું. પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારને અર્ચર લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.