શું ‘મહિલા’ છે તો કઈ પણ કરી શકે? ગરીબ રીક્ષા ચાલકને વગર વાંકે જાહેરમાં જીક્યા ૧૭ લાફા- જુઓ LIVE વિડીયો

Published on: 6:25 pm, Sat, 13 August 22

નોઈડા(Noida)માં એક ઈ-રિક્ષા(E-rickshaw) ચાલક દ્વારા વાહનને અડક્યા બાદ મહિલાએ કાયદો અને વ્યવસ્થા(Law and arrangement) પોતાના હાથમાં લીધી હતી. મહિલાએ ખુલ્લેઆમ રસ્તા વચ્ચે ઈ-રિક્ષા ચાલકને અશ્લીલ ગાળો અને થપ્પડો મારવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં, મહિલાએ પીડિતા પાસેથી મોબાઈલ(Mobile) અને પૈસા(money) પણ છીનવી લીધા હતા. આ ઘટના નોઈડાના ફેઝ-2ના સેક્ટર 110 સ્થિત માર્કેટની જણાવવામાં આવી રહી છે. આનો એક વીડિયો(Video) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો મહિલાની ટીકા કરી રહ્યા છે.

ગરીબ રીક્ષા ચાલકથી ભૂલથી સેજ ગાડી અડી જતા મહિલાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલી મહિલાએ પોતાની હોંશ ગુમાવી દીધો અને ઈ-રિક્ષા ચાલકને અશ્લીલ ગાળો આપવા લાગી હતી. એટલું જ નહીં, ઈ-રિક્ષા ચાલકને તેણે એક પછી એક 17 થપ્પડ મારી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા અપશબ્દો બોલી રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો મહિલાની ટીકા કરી રહ્યા છે.

વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે ગરીબને આ રીતે મારવો ક્યાંનો ન્યાય છે. એક મહિલા રસ્તાની વચ્ચે રિક્ષા ચાલકને માર મારી રહી છે, અપશબ્દો બોલી રહી છે, કદાચ રિક્ષા ચાલકની જ ભૂલ હતી, પરંતુ સ્ત્રી થઈને આવું કેવી રીતે કરી છે? વિડીયો વાયરલ થતા નોઈડા પોલીસે નોંધ લીધી, આ ગરીબ પણ એક માણસ છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના નોઈડાના ફેઝ-2ના સેક્ટર 110 સ્થિત માર્કેટની છે. વીડિયોમાં મહિલા લગભગ એક મિનિટ સુધી રિક્ષાચાલકને થપ્પડ મારતી જોઈ શકાય છે. આ દરમિયાન તે તેની સાથે અભદ્ર વર્તન પણ કરે છે. આટલું જ નહીં મહિલા તેના કપડા ફાડવાની પણ કોશિશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.