મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના બેતુલ (Betul)થી રમત જગત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 17 વર્ષની આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી(International basketball player) પ્રાર્થના સાલ્વેએ ડેમમાં કૂદીને આપઘાત કરી લીધો છે. તાજેતરમાં તેના ભાઈનું પણ અવસાન થયું હતું, જે આઘાત સહન ન કરી શકી અને પ્રાર્થનાએ પણ આપઘાત કરી લીધો છે.
પ્રાર્થના ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ટુર્નામેન્ટ રમી ચુકી છે. આપઘાત કરતા પહેલા પ્રાર્થનાએ પરિવારને વોઈસ મેસેજ કરીને આપઘાતની જાણ કરી હતી. હવે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
બેતુલના કલાપથ વિસ્તારની રહેવાસી પ્રાર્થનાનો મૃતદેહ ગુરુવારે કોસ્મી ડેમમાંથી મળી આવ્યો હતો. સંબંધીઓને મોકલેલા મેસેજમાં પ્રાર્થનાએ તેના આપઘાત પાછળનું કારણ તેના ભાઈનું મૃત્યુ જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તે તેના ભાઈના મૃત્યુથી ખૂબ જ પરેશાન હતી. જ્યારે સ્વજનોને પ્રાર્થનાનો સંદેશો મળ્યો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓએ પોલીસને જાણ કરી.
પ્રાર્થનાની સ્કુટી ડેમના કિનારે ઉભી હતી. ગુરુવારે સવારે SDRFની ટીમે પ્રાર્થનાના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.
હકીકતમાં, સાત મહિના પહેલા એક પાગલ પ્રેમીએ ઈન્દોરના સ્વર્ણ બાગ કોલોનીમાં એક બહુમાં આગ લગાવી દીધી હતી. આમાં પ્રાર્થનાનો ભાઈ દેવેન્દ્ર સાલ્વે દાઝી ગયો હતો. તેના ભાઈના મૃત્યુ પછી, પ્રાર્થનાને આઘાત લાગ્યો અને તે ચૂપ રહેવા લાગી. ત્યારે બહેનની નેશનલ જુનિયર બાસ્કેટબોલ ટીમમાં પસંદગી થઈ.
આ સિવાય બીજી ઘટના પણ પ્રાર્થના સાથે બની હતી. ટૂર્નામેન્ટ દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે પ્રાર્થના પણ ખૂબ જ પરેશાન હતી અને તેને પોતાનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું હતું. પ્રાર્થનાએ એશિયન યુથ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ મેચ પણ ભારતની ટીમે જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.