ઈસરોએ ટેકનીકલ ખામીને દુર કરીને 22મી જુલાઈએ બપોરે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કર્યું છે. આ મિશન પર દુનિયાભરની નજર છે કારણ કે ચંદ્રયાન-2એ જગ્યાએ જશે જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. જે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે. જેનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રની સપાટીનો નકશો તૈયાર કરવાનો, ખનીજોની હાજરી ભાળ મેળવવી અને ચંદ્રમાના બહારના વાતાવરણને સ્કેન કરવું અને પાણીની શોધખોળ કરવાનું છે. ચંદ્ર પર વસવાટ પહેલા જ ઘણી સંસ્થાઓ ત્યાંની જમીન વેચી રહ્યા છે. ઘણી દિગ્ગજ હસ્તીઓ સહિત સામાન્ય લોકો પણ ચંદ્ર પર જમીન ખરીદી રહ્યા છે.
2002માં જ રાજીવે ચંદ્ર પર જમીન ખરીદી હતી, કહ્યું ભવિષ્યમાં અહીં જીવન શક્ય…
ચંદ્રયાન-2 પાસે આશા, હવે લાગે છે કે ચંદ્ર પર પાર્ટી કરી શકીશ.
બિઝનેસમેન અને સ્ટોક માર્કેટમાં ટેકનીકલ એનાલિસ્ટ રાજીવ બાગડી(હૈદરાબાગ)એ 2002માં ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. દૈનિક ભાસ્કર સાથે વાત કરતી વખતે તેમને કહ્યું કે, અત્યાર સુધી મને લાગતું હતે કે, કદાચ આ જન્મમાં ચંદ્ર પર પોતાના પ્લોટને જોઈ નહીં શકું પરંતુ ચંદ્રયાન-2 બાદ મને એવું લાગે છે કે હું આ જન્મમાં હું બાળકો અને પરિવાર સાથે ચંદ્ર પર પિકનીક મનાવી શકીશ. રાજીવે 2002માં ન્યૂયોર્કમાં આવેલા લૂનર રિપબ્લિક ડોટકોમ દ્ધારા ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો.
તેમને આ માટે 140 યૂએસ ડોલર(અંદાજે 7 હજાર રૂપિયા) ચુકવ્યા હતા. પ્લોટ ખરીદતી વખતે તેઓ મીડિયામાં સમાચારોમાં છવાયા હતા. ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવી રહ્યા હતા.
રાજીવના કહ્યાં પ્રમાણે, સપનું જોવું જોઈએ કારણે કે એકના એક દિવસ તે સાચું જરૂર થાય છે. તેમનું માનવું છે કે આવનારી પેઢીઓ તેમને ચંદ્ર પર પ્લોટ ખરીદવા માટે અને તેમના દ્રષ્ટીકોણ માટે તેમને યાદ રાખશે.
જીવનમાં કોઈ અવિશ્વસનીય રોકાણ પણકરવું જોઈએ:
બેંગલુરુમાં બિઝનેસ એનાલિસ્ટના પદ પર કામ કરી રહેલા લલિત મહેતાએ પણ 2006માં ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. લલિતે ત્યારે પ્લોટ માટે 3500 રૂપિયા લૂનર રિપબ્લિકને ચુકવ્યા હતા. તેમના કહ્યાં પ્રમાણે, જીવનમાં ઘણી વખત થોડું અવિશ્વસનીય રોકાણ પણ કરવું જોઈએ. ચંદ્ર પર આજે નહીં તો કાલે માનવજીવનો વસવાટ શક્ય છે. એવામાં બની શકે છે કે ભવિષ્યમાં 3500 રૂપિયાના પ્લોટની કિંમત વધારી દેવા. તેઓ કહે છે કે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને ચંદ્રયાન-2 પાસેની આશાઓમાં વધારો થઈ ગયો છે. લલિતનું માનવું છે કે ચંદ્ર પર ઝડપથી માનવજીવનો વસવાટ શક્ય બની જશે.
કોઈ પણ રાષ્ટ્ર ચંદ્ર પર પોતાનો દાવો ન કરી શકેઃ
ઈન્ટરનેટ પર પણ ઘણી એવી કંપનીઓના નામ તમને મળી જશે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરી રહી છે. જો કે ભારતે તે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિને અંતરિક્ષના કોઈ પણ ભાગમાં કઈ ખરીદવા અથવા પોતાનો દાવો કરવાથી રોકે છે. 10 ઓક્ટોબર 1967એ થયેલા આ કરારને ધ આઉટર સ્પેસ ટ્રીટીના નામથી ઓળખવામાં આવે છે. જેના પ્રમાણે, આઉટર સ્પેસ જેમાં ચંદ્ર પણ સામેલ છે, એક કોમન હેરિટેઝ છે જે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે છે. કોઈ પણ રાષ્ટ્ર આ અંગે પોતાનો દાવો કરી શકતો નથી. કોમન હેરિટેઝનો અર્થ છે કે કોઈ પણ સામાન્ય વાત માટે તેનો ઉપયોગ કરી ન શકે. આ કરારમાં 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કાયદાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
સરકાર ચંદ્ર પર ખરીદાયેલી જમીનને માન્યતા આપતી નથીઃ
નિષ્ણાતો કહે છે કે આ કરાર ન હોત તો પણ ચંદ્રની જમીન પર કોઈ હક ન જમાવી શકે કારણ કે અનક્લેમ્ડ લેન્ડ પર દાવો કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે બે શરતો પુરી કરવી જરૂરી છે. પહેલી કે ફિઝીકલ પોઝિશન હોય અથવા તે તમારા નિયંત્રણમાં હોય. આ બન્ને શરતો ચંદ્ર માટે પુરી થતી જોવા મળી રહી નથી. જેથી વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ ચંદ્ર પર કાયદાકીય રીતે જમીન ખરીદી શકે છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે કોઈ કાયદાકીય માન્યતા સરકાર આપતી નથી. એક્સપર્ટ પ્રમાણે, જે લોકો ચંદ્ર પર જમીન વેચી રહ્યા છે, તે લોકો પણ પ્રોપર્ટીના માલિક નથી, તો પછી તે લોકો જમીન કેવી રીતે વેચી શકે છે?
બોલીવુડની આ મોટી હસ્તીઓએ ચંદ્ર પર જમીન ખરીદી?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત, શાહરુખ ખાન સહિત ઘણી મોટી હસ્તીઓએ ચંદ્ર પર જમીન ખરીદી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.