સરકારે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કર્યા પછી ઘણાં લોકોને ફાઈલ શેરિંગની માટે ‘Share It’ ની જગ્યાએ બીજી કોઈ એપની શોધ હતી. પરંતુ હવે લોકોની આ સમસ્યાને પણ એક ભારતીય યુવાને જ ખતમ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરનાં યુવાને ‘શેર ઈટ’નાં સ્થાને ‘Dodo Drop’ નામની એક એપ્લિકેશન પણ ડેવલપ કરી છે. આ એપની મદદથી યુઝર્સ ‘શેર ઈટ’ની જેમ જ ઈન્ટરનેટ વિના 2 ડિવાઈઝની વચ્ચે ઓડિયો, વીડિયો, ઈમેજ તથા ટેકસ્ટને પણ શેર કરી શકશે.
J&K: Ashfaq Choudhary, a 17-yr-old from Chattyear, Rajouri has developed ‘Dodo Drop’ as an alternative to banned Chinese file-sharing apps. Says, “I started developing this after ban on Chinese apps, took me 4 weeks to complete. I want to develop global standard apps for India.” pic.twitter.com/CbEZjDs1Ec
— ANI (@ANI) August 3, 2020
જમ્મુ-કાશ્મીરમાં આવેલ રાજૌરી જિલ્લામાં રહેતાં માત્ર 17 વર્ષીય અશ્ફાક મહેમૂદ ચૌધરીએ આ એપ્લિકેશન બનાવી છે. તેણે જણાવતાં કહ્યું, કે તેણે આ એપ ‘શેર ઈટ’નાં એક વિકલ્પ તરીકે જ ડેવલપ કરી છે. ડેટા બ્રીચિંગનાં લીધે ભારત સરકારે ઘણી ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે.
તથા ‘શેર ઈટ’ પણ તેમાંની એક રહેલી છે. બેન થવાથી ભારતીય યુઝર્સને ખુબ જ મુશ્કેલી થઈ રહી હતી તેમજ તેનાં લીધે મેં આ ફાઈલ શેરિંગ એપ બનાવવાનો નિર્ણય પણ કર્યો હતો.અશ્ફાકે જણાવતાં કહ્યું કે, તેને આ એપ બનાવવા માટે કુલ 4 સપ્તાહનો સમય લાગ્યો હતો. 1 ઓગસ્ટનાં રોજ ‘Dodo Drop’ એપને લોન્ચ પણ કરવામાં આવી છે.
આ એપની મદદથી યુઝર કુલ 480Mbps સ્પીડની સાથે ફાઈલને શેર પણ કરી શકે છે. આ ફાઈલ ટ્રાન્સફર સ્પીડ ‘શેર ઈટ’ની સ્પીડથી પણ ખૂબ જ વધુ છે. યુઝરની સેફ્ટી વિશે વાત કરતાં અશ્ફાકે જણાવતાં કહ્યું કે, ‘Dodo Drop’ એપ દ્વારા થનાર ફાઈલ ટ્રાન્સફર સંપૂર્ણ રીતે સિક્યોર એન્ક્રિપ્ટેડ રહેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP