રાજ્યના સુરત શહેરમાંથી હાલમાં એક એવી ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં આવેલ પુનાથી રાજસ્થાન તરફ જઈ રહેલ ટ્રકમાંથી ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીના 1.75 કરોડનો માલ અચાનક ગુમ થઇ જતા ટ્રક સુરતના કરજણ નજીક બિનવારસી હાલતમાં મળી આવી હતી.
ટ્રકના ડ્રાઈવર અને કંડકટરને લાલચ અપાઈ:
આરોપી ટ્રકના ડ્રાઈવર તથા કંડકટર ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીનો માલ લઈને મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન બાજુ જઈ રહ્યા હતા, પહેલાં બનાવેલ યોજના પ્રમાણે રૂપિયાની લાલચમાં આવીને તેમને આ માલ સુરતમાં આવેલ પલસાણા નજીક ગોડાઉનમાં ઉતારી દીધો હતો તેમજ ટ્રકને સુરતના કરજણ નજીક હોટલના પાર્કિગમાં મુકીને ભાગી ગયા હતાં. ત્યારપછી માલ સમયસર ન મળતા સમગ્ર ઘટના અંગે કંપનીના અધિકારીઓને જાણ થઈ હતી. ડ્રાયવર રમેશ પટેલ તથા ક્લિનર સલમાન હજુ પોલીસની પકડથી દૂર છે.
આરોપીઓ પિતા પુત્ર નીકળ્યા:
CCTV ફુટેજને આધારે તપાસ કરતા કંપનીની ગાડી સુરતના પલસાણા પાસેના ગોડાઉનમા રોકાઈ હતી તેની ખરાઈ કરતા સુરતના શિવલાલ શાહ તથા કુશલ શાહે ડ્રાયવર કંડકટરને લાલચ આપીને બધો માલ ઉતારી લીધો હતો તેમજ આ માલ અમદાવાદના પંકજ ખટીકને અન્ય વાહન મારફત માલ મોકલી દેવામાં આવ્યો હતો. ગુનાના મુખ્ય આરોપી શિવલાલ શાહ તથા કુશલ શાહ બંને પિતા-પુત્ર છે.
ચોરી થયેલ માલ અમદાવાદ મોકલવામાં આવ્યો:
ફ્લિપ કાર્ટ કંપનીએ અનેકવિધ કંપનીના મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રિક સામાન, કિચનનો સામાન, અલગ – અલગ કંપનીની બોલપેનો હતી. જેની કિમત અંદાજે 1,75,00,000 રૂપિયા હતી. સમગ્ર માલ સુરતના ગોડાઉનમાંથી અમદાવાદના પંકજ ખટીક નામના શખ્સને મોકલી દેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ થતાં LCBની મદદ લેવામાં આવી હતી કે, જે પછી પાસાઓ ભેગા કરીને LCBએ સમગ્ર ચોરીનો ભાંડફોડ કર્યો હતો. આરોપી શિવલાલ શાહ વિરુદ્ધ પહેલાં પણ અનેકવિધ ગુના નોંધાયા છે કે, જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આની સાથે જ ડ્રાયવર રમેશ પટેલ તથા ક્લિનર સલમાનને પકડવા અનેકવિધ ટીમ રવાના કરી છે. અમદાવાદના સરસપુરમાં બોમ્બે હાઉસિગ નજીક રહેતા પંકજ ખટીકની પણ ધરપકડ કરવામાં આવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.