જામનગર(ગુજરાત): જામનગરમાં એલસીબીએ એક ઓફિસમાં ચાલતા ક્રિકેટના સટ્ટા પર દરોડો પાડી 18.82 લાખનો માલ કબજે કર્યો હતો. પોલીસે આમાં 4 વ્યક્તિઓની ધડપકડ કરી હતી. જયારે પોલીસની ગીરફથી 10 ગ્રાહક અને 2 બુકીઓ સહીત 12 વ્યક્તિઓ ફરાર છે.
વેસ્ટઇન્ડીઝ અને દક્ષીણ આફ્રિકા વચ્ચે મેચ ચાલતી હતી. આ મેચ પર સટ્ટો લાગ્યો હતો. જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા અબ્દુલકાદર નુરમહમદ ખફી સુમરા પોતાની ઓફિસ પર આવેલી એક રૂમમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. તેની જાણ એલસીબીના સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપ ભાઈ ધાધલને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા પડતા વેસ્ટઇન્ડીઝ અને દ. આફ્રિકા વચ્ચે ચાલતી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા આરોપી અબ્દુલકાદર, અશોકભાઈ ઉર્ફે બાબુલ પોપટલાલ દતાણી અને તુષાર ઉર્ફે રૂપેશ હસમુખ મહેતા અને પરેશ મગનભાઈ સોલંકી નામના વ્યક્તિઓની ધડપકડ કરવામાં આવી હતી.
પોલીસે ઘટના સ્થળ પરથી રૂપિયા 17.92 લાખની રોકડ, લેપટોપ, મોબાઈલ અને સાહિત્ય સહીત રૂપિયા 18 લાખ 82 હજાર 700નો માલ કબજે કર્યો હતો. પોલીસે 4 વ્યક્તિની પૂછપરછ કરતા આ ડબ્બા પર અબ્બાસ વોરા, કારો સેન્ડવીચ વાળો 13 નંબર મુન્નો, મશરૂ, અંકિત ૫૨ નંબર, કિશોર, રોકી અને ઇમરાન તેમજ મોહન વ્યકતીએ સટ્ટો લગાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે બુકીઓ અને ગ્રાહક સહીત 12 વ્યક્તિઓને ફરાર જાહેર કરી તમામ વ્યક્તિ વિરુધ જુગારધારા મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી. એલસીબીએ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી મોટો જુગાર પકડતા દરોડા મહત્વનો વિષય બની ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.