મહારાષ્ટ્રમાંથી શેઠના 19.20 લાખ રૂપિયા ચાઉ કરીને ભાગી ગયેલો આરોપી અંતે સુરતથી ઝડપાયો

સુરત(ગુજરાત): રાજ્યમાં અવારનવાર ચોરી(Theft)ના બનાવો બનતા હોય છે. તેવામાં સોમવારે મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણે(Pune)માં શેઠની કારમાંથી રોકડા 19.20 લાખ રૂપિયાની ચોરી(19.20 lakh cash stolen from Seth’s car)…

સુરત(ગુજરાત): રાજ્યમાં અવારનવાર ચોરી(Theft)ના બનાવો બનતા હોય છે. તેવામાં સોમવારે મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણે(Pune)માં શેઠની કારમાંથી રોકડા 19.20 લાખ રૂપિયાની ચોરી(19.20 lakh cash stolen from Seth’s car) કરીને ભાગી ગયો હતો. પોલીસે તેની અટકાયત સુરત(Surat)માંથી કરવામાં આવી હતી. સુરતના પુણા પોલીસે(Pune Police) સારોલી ગામ(Saroli village) પાસેથી રોકડા 18.30 લાખ રૂપિયા સાથે તેની ધડપકડ કરવામાં આવી છે.

પોલીસએ આ અંગે જણાવ્યું હતું કે, પુણેના પિંપરી વિસ્તારમાં રહેતા ક્રાંતિ ચંદન રાજપુત પેપર કંપનીના માલિક છે. એક મહિનાથી તેમની કાર પર આરોપી મનોહર લક્ષ્મણ બન્સોડે ડ્રાયવર તરીકે કામ કરતો હતો. સોમવારે સવારે પીંપરીમાં ક્રાંતિ રાજપુત એક કામથી ઘરથી બહાર ગયા હતા. તે દરમિયાન તેમની કારમાં 19.20 લાખ રૂપિયા રહેલા હતા. તે દરમિયાન માલિકે મનોહરને રૂપિયા પર ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. અને તેઓ એક ઓફિસમાં ગયા હતા. તે દરમિયાન મનોહર તે રૂપિયાવાળી બેગ ચોરી કરીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ આ અંગે ક્રાંતિ રાજપુતે નીગડી પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, હાલ પોલીસે આરોપીને નાગડી પોલીસને સોંપવાની પ્રક્રિયા શરુ કરી છે. મનોહરે પીંપરીમાં ચોરી કર્યા પછી રૂપિયા લઈને દારૂના અડ્ડા પર દારૂ પીવા માટે પહોંચી ગયો હતો. તે દરમિયાન તેને બીજો એક દારૂડિયોના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે અજાણ્યા દારૂડિયાએ મનોહરને જણાવ્યું હતું કે, તેને એક ફોન ખદીરવો છે. પરંતુ રૂપિયા નથી. ત્યારે મનોહરે તેને 50 હજાર કાઢીને અજાણ્યા વ્યક્તિને ફોન ખરીદવા માટે આપી દીધા હતા. ત્યારબાદ સુરત પોલીસે આરોપીને પકડીને મહારાષ્ટ્ર પોલીસને સોપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *